બાલુબા કન્યા વિદ્યાલયમાં આમ આદમી પાર્ટીનો ઘેરાવ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયનો વિવાદ પીછો છોડતો ન હોય તેમ વધુ એક વિવાદ સામે આવ્યો છે. બાલુબા કન્યા વિદ્યાલયના મહિલા પ્રિન્સીપાલ વિદ્યાર્થીનીઓ સાથે મનસ્વી વર્તન દાખવતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને આમ આદમી પાર્ટીએ આ મુદ્દે આજે બાલુબા કન્યા વિદ્યાલયનો ઘેરાવ કર્યો હતો અને પ્રિન્સીપાલ વિરૂધ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા.

પોરબંદરમાં આજે આદમી પાર્ટીના આગેવાનોએ બાલુબા કન્યા વિદ્યાલયને ઘેરાવ કર્યો હતો અને મહિલા પ્રિન્સીપાલ વિરૂધ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. આમ આદમી પાર્ટીના સંયોજક મનસુખભાઈ ધોકાઈએ એવો આક્ષેપ કર્યો હતો કે, પોરબંદરની બાલુબા કન્યા વિદ્યાલયમાં બે હજારથી પણ વધુ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

આગળ વાંચો : આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો અને એક આવેદનપત્ર પણ આપ્યું હતું