• Gujarati News
  • Babu Bokharia And Four Others Accused Are Release By District Court

54 કરોડની ખનિજ ચોરીના કેસમાં બાબુભાઈ બોખીરીયા નિર્દોષ જાહેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાની ફાઈલ તસવીર)
- 8 વર્ષ પહેલા રૂા. 54 કરોડના ખનિજચોરીના ગુન્હામાં કેબિનેટ મંત્રી બોખીરીયા સહિત 4 આરોપીઓને નિર્દોષ ઠરાવતી પોરબંદરની ડિસ્ટ્રીક્ટ કોર્ટ
- ગત તા. 15 મી જુન 2013 ના રોજ પોરબંદરની ચીફ કોર્ટે 3 વર્ષની સજા અને રૂા. 5 હજારનો દંડ ફટકાર્યો હતો જેની સામે ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સજા સામે અપીલ કરી હતી

પોરબંદર: પોરબંદરના બખરલા ગામની ઝીંઝરકા સીમમાં આવેલી એક ખાનગી કંપનીની લીઝમાંથી રૂા. 54 કરોડની ખનિજચોરી કરવા સબબ પોરબંદર ચીફ જ્યુડીશ્યલ કોર્ટે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત ચાર આરોપીઓને 3 વર્ષની કેદ અને રૂા. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. આ ચુકાદા સામે બોખીરા સહિતના ચારેય આરોપીઓએ પોરબંદરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સજા સામે અપીલ કરી હતી. તેનો આજે ચૂકાદો આવી જતાં આ ચારેય આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.

ગુજરાતભરમાં ચર્ચાનો વિષય બનેલી રૂા. 54 કરોડની ખનિજચોરીના કેસની પ્રાપ્ત વિગત મુજબ બખરલા ગામની ઝીંઝરકા સીમમાં સૌરાષ્ટ્ર કેમીકલ્સની ફાળવેલી જમીનમાં રૂા. 54 કરોડ 18 લાખ 52 હજાર 592 ની ખનિજચોરી અંગે બગવદર પોલીસમથકમાં ગત તા. 03 ઓક્ટોબર 2006 ના રોજ સૌરાષ્ટ્ર કેમીકલ્સના આસી. ઉમેશ ભાવસારે તે સમયે હાલના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, હાલના પોરબંદર માર્કેટીંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ભીમા ઓડેદરા અને ભીમા દુલા ઓડેદરા સહિત ચાર સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેને લઈને આ કેસ પોરબંદર ચીફ જ્યુડીશ્યલ કોર્ટમાં ચાલી જતા કુમારી પી.વી. પંડ્યાએ ચારેય આરોપીઓને કલમ 379 મુજબ 3 વર્ષની કેદ અને 5,000 નો દંડ ફટકાર્યો હતો.

ચીફ કોર્ટના આ ચુકાદા સામે કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિતના ચારેય આરોપીઓએ પોરબંદરની ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં સજા સામે અપીલમાં ગયા હતા. આ કેસમાં બન્ને પક્ષે ધારદાર દલીલો થઈ હતી. આ કેસનો આજે ઉઘડતી કોર્ટે ન્યાયમૂર્તિ એમ.વી. ઝાલાએ ચૂકાદો આપ્યો હતો અને કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા, હાલના પોરબંદર માર્કેટીંગ યાર્ડના ચેરમેન લક્ષ્મણ ભીમા ઓડેદરા અને ભીમા દુલા ઓડેદરા સહિત ચારેય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કર્યો હતો. તેમજ દંડની રકમ પરત આપવાનો પણ હુકમ કર્યો હતો.
આગળ વાંચો, શું કહે છે બોખીરીયાના વકિલ ? કોર્ટનો ચુકાદો મારા રાજકીય હરીફોને લપડાક સમાન : બોખીરીયા, રૂા. 54 કરોડની ફરિયાદની ફ્લેશ બેક..ભાજપમાં ખુશીની લહેર