તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મગફળીની માયાજાળને ભેદવા તંત્રની કવાયત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- ગોલમાલ : મગફળીની ગુણીની ગણતરી દરમિયાન ઓછો સ્ટોક નીકળ્યાની ચર્ચા
-
પોરબંદરમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ અન્ય ગોડાઉનની મગફળીની ગણતરી શરૂ કરાઈ

પોરબંદરમાં નટવરનગર સેવા સહકારી મંડળીએ ટેકાના ભાવે ખરીદ કરેલી મગફળીનો જથ્થો ફીટ ટાઈટના ગોડાઉનમાં રાખ્યો હતો તેમાં લાગેલી રહસ્યમય આગને કારણે આ મગફળીનો જથ્થો બળીને ભસ્મીભૂત થઈ ગયો છે. તો બીજી તરફ મગફળીની ખરીદીમાં પણ ગોલમાલ થયાના આક્ષેપો બાદ તંત્ર જાગૃત થયું હોય તેમ ગુજરાત વેર હાઉસ કોર્પોરેશનના અધિકારીઓએ પોલીસને સાથે રાખીને અન્ય ગોડાઉનમાં મગફળીના જથ્થાની ગણતરી શરૂ કરી દીધી છે ત્યારે શહેરભરમાં એવી ચર્ચા જાગી છે કે આ ગણતરી દરમિયાન અંદાજે ૩ થી ૪ હજાર ગુણી સગેવગે થઈ ગઈ છે. જો કે પોલીસ તપાસ દરમિયાન જ સત્ય હકીકત બહાર આવશે.

પોરબંદર જિલ્લામાં ગત ચોમાસામાં સારો વરસાદ થવાને કારણે મગફળીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થયું હતું અને ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાની માંગણી કરી હતી. જેને પગલે પોરબંદર તાલુકા ખરીદ વેંચાણ સંઘ અને નટવરનગર સેવા સહકારી મંડળી દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી હતી. જેમાં અંદાજે ચાર થી સાડા ચાર લાખ જેટલી મગફળીની ગુણીની ખરીદી પોરબંદર તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા કરવામાં આવી હતી જ્યારે અંદાજે બે લાખ જેટલી ગુણીની ખરીદી નટવરનગર સેવા સહકારી મંડળી દ્વારા કરવામાં આવી હતી.

મગફળીની ખરીદી કરીને તેનો કબજો ગુજરાત વેર હાઉસીંગ કોર્પોરેશનને સોંપી દેવામાં આવ્યો હતો. પરંતુ ગત શનિવારના રોજ નટવરનગર સેવા સહકારી મંડળી દ્વારા મગફળી ખરીદી કરી હતી તે પૈકીની ૧, ૧પ, ૦૦૦ જેટલી ગુણી ઓરીએન્ટ ફેક્ટરીની પાછળના ભાગે આવેલ ફીટ ટાઈટના ગોડાઉનમાં રાખવામાં આવી હતી જેમાં શનિવારની રાત્રિના ભીષણ આગ લાગી હતી જે આજે પણ ધુંધવાઈ રહી છે. આ આગની ઘટનાને પગલે મગફળીની ખરીદી કર્યા બાદ ગોલમાલ થયાના આક્ષેપો થયા હતા જેને પગલે ગુજરાત વેર હાઉસીંગ હરકતમાં આવી ગયું છે અને તાલુકા ખરીદ વેચાણ સંઘ અને નટવર સેવા સહકારી મંડળીએ ખરીદ કરેલી મગફળી ૩૬ જેટલા ગોડાઉનમાં સંગ્રહ કર્યો છે તેની ગણતરી શરૂ કરી દીધી છે. ત્યારે આ તપાસ દરમિયાન અંદાજે ૩ થી ૪ હજાર ગુણીનો સ્ટોક ઓછો નીકળ્યો હોવાની ચર્ચા થઈ રહી છે. જો કે સત્તાવાર રીતે આ બાબતે ઈન્કાર કરવામાં આવ્યો છે. જો કે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે આ મગફળીની કુલ ૬,૧૧,૦૦૦ ગુણીનો સ્ટોક કરવામાં આવ્યો છે તેમાંથી કેટલી ગુણી ઓછી નીકળે છે તે જોવાનું રહ્યું.

આગળ વાંચો વધુ વિગત

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

વધુ વાંચો