માધવપુર દરિયાકિનારે વાવાઝોડાની અસરથી હોડી અને બોટોનો ધસારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

માધવપુર: વાવાઝોડું દક્ષિણ ગુજરાતમાં ત્રાટકશે તેવી સંભાવનાને પગલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં હાઈ એલેર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ત્યારે પોરબંદરમાં પણ આજે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો. અને વાવાઝોડાના કારણે દરિયો તોફાની બન્યો છે ત્યારે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી પણ આપવામાં આવી છે.  સાથોસાથ દરિયામાં ફસાયેલા માછીમારોને પરત લાવવા માટેની કામગીરી ચાલી રહી છે.

 

તાલુકાનાં માધવપુર સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા માછીમારો પરત ફરતા દરિયાકિનારે બોટોનો ઘસારો થયો હતો. આમ દરિયાકિનારે નાના પીલાણાઓ અને બોટોને લઈ આવવામાં આવી છે. માધવપુર પંથકમાં પણ પવનની સાથોસાથ વરસાદી ઝાપટા પડ્યા હતા. 

 

 

 

અન્ય સમાચારો પણ છે...