તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર: પીવાના પાણી માટે પોકાર, મહિલાઓએ નગરપાલિકાને ઘેરી હલ્લાબોલ મચાવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ ઉનાળાની સીઝનમાં આકરા તાપને લઈને લોકો ત્રસ્ત બની ગયા છે અને ઉનાળાના સમયમાં કેટલીક જગ્યાએ લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. ખાસ કરીને ગ્રામ્યવિસ્તારોમાં લોકોને પૂરતું પાણી મળતું ન હોય છે. પરંતુ પોરબંદર શહેરની વાત કરીએ તો શહેરમાં નગરપાલિકાએ ઘરે-ઘરે પીવા માટેના નળ કનેક્શન તો આપ્યા છે પરંતુ આ નળ કનેક્શન જાણે શોભાના ગાંઠીયા સમાન હોય તેમ લોકોને પીવાનું પૂરતું પાણી મળતું નથી જેમાં શહેરના ઓઝા ફળીયા, ભાટીયાબજાર અને સુન્નીવાલા ચોક સહિતના વિસ્તારોમાં છેલ્લા 2 માસથી પીવા માટેનું પૂરતું પાણી નથી આવતું.
 
તંત્ર દ્વારા પાણી તો આપવામાં આવે છે પરંતુ 4-5 દિવસથી પાણી એ પણ અપૂરતું આપતું હોવાથી લોકોને પીવાના પાણી માટે દૂર-દૂર સુધી જવું પડે છે તેમજ આ વિસ્તારમાં આવેલી પાણી માટેની ડંકી છેલ્લા 1 સપ્તાહથી તૂટી ગઈ છે અને નગરપાલિકાને રજૂઆત કરવા છતાં પણ તે રીપેર કરવામાં આવતી નથી. આથી આ વિસ્તારમાં પીવાનું પાણી મળતું ન હોવાથી વિસ્તારની 20 થી 25 જેટલી મહિલાઓ રજૂઆત કરવા આવી હતી પરંતુ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર હાજર ન હોવાથી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો અને અસંતુષ્ટ થઈને પરત ફરી હતી.
 
8 દિવસથી ડંકી તૂટેલી હાલતમાં, તંત્રનાં આંખ આડા કાનથી લોકરોષ

પોરબંદર શહેરના ઓઝા ફળીયા, ભાટીયાબજાર અને સુન્નીવાલા ચોક સહિતના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા પૂરતું પાણી ન અપાતું હોવાથી આ વિસ્તારની મહિલાઓને ડંકીએ પાણી ભરવા જવું પડતું હતું. પરંતુ એ ડંકી પણ છેલ્લા 8 દિવસથી તૂટી ગઈ છે જેને લઈને નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્ર જાણે ‘આંખ આડા કાન’ કરતું હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા શહેરીજનોમાં રોષની લગાણી ફેલાઇ છે.
અન્ય સમાચારો પણ છે...