ફટાણામાં મહિલાનો અકસ્માતે પગ લપસી જતાં કુવામાં ખાબકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતીકાત્મક તસવીર

 

પોરબંદર: પોરબંદર નજીક આવેલા ફટાણા ગામે મહિલા કુવાકાંઠે ગઈ હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા મહિલા કુવામાં ખાબકી હતી અને પાણીમાં ડૂબી જતા તેમનુ મોત નિપજ્યુ હતુ. આથી તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. પરંતુ ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી.


પોરબંદરના ફટાણા ગામે રહેતા સંતોકબેન સામતભાઈ ઓડેદરા (ઉ. વ.50) નામની મહિલાને માનસિક બીમારી હોય અને ગઈકાલે તે વાડીના કુવાકાંઠે ગઈ હતી તે દરમિયાન અકસ્માતે પગ લપસી જતા સંતોકબેન કૂવામાં ખાબક્યા હતા અને પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નિપજ્યું હતુ.આ અંગેની જાણ થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબે મહિલાને મૃત જાહેર કરી હતી. મહિલા મોતને લઈને પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...