તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણી પુરવઠા બોર્ડના અધિકારીઓનો અર્જુન મોઢવાડીયાએ ઉધડો લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદર અને છાયા શહેરમાં ભૂગર્ભગટર યોજનાની કામગીરીમાં બેફામ ગોટાળા થઈ રહ્યા છે, શહેર ખાડા નગરી બની ગઈ છે ત્યારે બન્ને શહેરોની સળગતી સમસ્યાઓને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ પાણી પુરવઠા બોર્ડની રૂબરૂ મુલાકાત લઈને જવાબદાર અધિકારીઓને ઉધડા લઈ નાખ્યા હતા અને એવું જણાવ્યું હતું કે, ભાજપની સરકાર બદલાશે તો ભૂગર્ભગટર યોજનાનું બેજવાબદાર કામ કરનાર પેટા કોન્ટ્રાક્ટરો અને જવાબદારોને જેલમાં જવાનો વારો આવશે.
ભાજપની સરકાર બદલાશે તો અધિકારીઓને જેલમાં જવાનો વારો આવશે

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર અને છાયા શહેરમાં જે રીતે ભૂગર્ભગટર યોજનાની કામગીરી બેદરકારીપૂર્વક થઈ રહી છે તેના મુદ્દે પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના અધિક ઈજનેર સીંધલની મુલાકાત લીધી હતી અને એવું જણાવ્યું હતું કે, ભૂગર્ભગટર યોજનાનું જે રીતે બેદરકારીભર્યું કામ થઈ રહ્યું છે તેને કારણે સરકારના અબજો રૂપીયા ડૂબવાના છે.
ભૂગર્ભગટરનું કામ પેટા કોન્ટ્રાક્ટરો કરે છે અને અધિકારીઓ ‘આંખ આડા કાન’ કરે છે તેમજ નગરપાલિકાના શાસકોએ મોઢું બંધ કરી દીધું છે. પરંતુ જ્યારે ભાજપની સરકાર બદલાશે ત્યારે પેટા કોન્ટ્રાક્ટરો અને જવાબદારોને જેલમાં જવાનો વારો આવશે. મોઢવાડીયાએ એવું પણ જણાવ્યું હતું કે, પોરબંદર અને છાયા શહેરને નવું રૂપ આપવા માટે મિશન સીટીની 872 કરોડની યોજના પૈકી 156 કરોડના ખર્ચે ભૂગર્ભગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે. શહેરને નવા રંગ-રૂપ તો દૂર હાલ આ બન્ને શહેરો કદરૂપા બની ગયા છે.

અર્જુન મોઢવાડીયાએ જ્યારે અધિકારીઓ પાસે ગટરની પાઈપલાઈન નાખવાના સ્પેસીફીકેશન બાબતે ટેન્ડરની જોગવાઈઓ શું છે ω તેની વિગતો માંગતા અધિકારીઓએ એવું જણાવ્યું હતું કે, ખોદાણ કર્યા બાદ તળીયામાં અડધો ફૂટ રેતી નાખીને આ રેતીના થર ઉપર પાઈપલાઈન નાખવાની હોય છે. આ પાઈપલાઈનને અડધા ફૂટ રેતીથી ઢાંકવાની હોય છે ત્યારબાદ ચોક્કસ ગુણવત્તાની મોરમથી પાઈપ અને ઈન્સપેક્શન ચેમ્બરના કામને પૂર્ણ કરવાનું હોય છે.
મોટરમને વોટરીંગ રોલીંગ કરીને વાહન ચલાવવા લાયક બનાવવાના હોય છે. જ્યારે મોઢવાડીયાએ પાઈપલાઈનની નીચે અને ઉપર રેતી નાખવાની જોગવાઈ છે ત્યારે એકપણ જગ્યાએ કેમ રેતી પાથરવામાં આવી નથી, અને આ રેતી પાથરવાની આઈટમના લગભગ 11 કરોડ ક્યાં ચવાઈ ગયા ω તેવું કહેતા અધિકારીઓ ગેંગેફેંફે થઈ ગયા હતા અને પાઈપની ઉપર અને રેતી પાથરી હોવાના ગાણાં ગાયા હતા. અર્જુનભાઈ મોઢવાડીયાની સાથે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ જીતુભાઈ આગઠ, રામદેભાઈ મોઢવાડીયા, રવિભાઈ મોદી સહિતના આગેવાનો જોડાયા હતા.

20 ટનના વાહનો પસાર થશે તો ચેમ્બરો ભાંગીને ભૂક્કો થઈ જશે
પોરબંદરમાં ભૂગર્ભગટર યોજનાની મેઈનહોલની ચેમ્બર બનાવવા માટે જે ઈંટો વાપરવામાં આવે છે તે નબળી ગુણવત્તાવાળી છે. આ ઈંટોને સામસામી અથડાવવામાં આવે તો પણ ભૂક્કો થઈ જાય છે તેવા સમયે 20 ટનના વાહનો આ ચેમ્બર ઉપરથી પસાર થશે ત્યારે આ ચેમ્બરો ભાંગીને ભૂક્કો થઈ જશે. એટલું જ નહીં, અકસ્માતો થશે અને જાનહાનિ થશે તો તેની જવાબદારી અધિકારીઓની રહેશે તેવી ચેતવણી પણ અર્જુનભાઈ મોઢવાડીયાએ અધિકારીઓને આપી હતી.

લોખંડનું રોલર સાઈટ ઉપર ક્યાં છે તેવું કહેતા અધિકારીઓ મુંઝાયા

પોરબંદરમાં ભૂગર્ભગટર યોજનાની પાઈપલાઈન નાખ્યા બાદ રસ્તાઓ સમથળ કરવામાં આવતા નથી ત્યારે અર્જુનભાઈ મોઢવાડીયાએ અધિકારીઓને એવું પૂછ્યું કે કોન્ટ્રાક્ટર કંપની પાસે લોખંડનું રોલર છે તો તેને સાઈટ ઉપર બતાવો તેવો પડકાર ફેંકતા અધિકારીઓ મુંઝવણમાં મુકાઈ ગયા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો