તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લગ્નનાં 25 વર્ષ બાદ મહિલાએ ટેસ્ટ ટ્યુબ બેબીથી 3 બાળકોને જન્મ આપ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: લગ્નજીવન બાદ સૌ કોઈ સંતાનસુખની પ્રાપ્તિ ઈચ્છતા હોય છે પરંતુ કહેવાય છે ને જ્યારે કુદરત રૂઠે ત્યારે સંતાનસુખની પ્રાપ્તિ માટે દંપતિ પ્રાર્થના માંગતા અને તબીબી સારવાર લેતા હોય છે.
 
આજના આધુનિક યુગમાં ટેસ્ટટ્યુબ બેબીના માધ્યમથી નિ:સંતાન દંપતિને સંતાનસુખની પ્રાપ્તિ થઈ શકે અને આ ટેસ્ટટ્યુબ બેબીથી ઘણા દંપતિઓને વર્ષો બાદ પણ સંતાનસુખ થયું હોય તેમ જાણવા મળે છે, તો પોરબંદરની એક ખાનગી હોસ્પિટલમાં દ્વારકા જિલ્લાની મહિલાએ 20 વર્ષ બાદ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા એક સાથે 3 બાળકોને જન્મ આપ્યો છે.

 દ્વારકા જિલ્લાના ગામડાના દંપતિને લગ્નના 25 વર્ષ થયા પરંતુ સંતાનનું સુખ નહીં મળતા દંપતિ અને પરિવારજનો ચિંતીત બન્યા હતા અને તેમણે પોરબંદરના જાણીતા ગાયનેક તબીબ ડો. રણજીતભાઈ લાખાણી, ડો. કૈલાશબેન લાખાણી, તેમના પુત્ર ડો. જય અને ડો. વિશાખાબેનની સમક્ષ સંતાન સુખની ઈચ્છા વ્યક્ત કરી હતી. આથી આ તબીબોએ ટેસ્ટ ટ્યુબ બેબી દ્વારા ગર્ભાધાન કરાવ્યું હતું.
 
અંતે મહિલાએ 3 સંતાનોને એકસાથે જન્મ આપ્યો છે જેમાં 2 પુત્રી અને 1 પુત્રનો સમાવેશ થાય છે. એકીસાથે 3 સંતાનોનો જન્મ થતાં જ પરિવારજનો હરખઘેલા બની ગયા હતા. વર્ષો બાદ દંપતિને સંતાનસુખ પ્રાપ્ત થતા પરિવારજનોએ ગાયનેક ડોક્ટર રણજીતભાઈ લાખાણીનો આભાર વ્યક્ત કર્યો હતો.
 
આ બાળકોનું વજન કેટલું ?
 
પોરબંદરની હોસ્પિટલમાં વર્ષો બાદ મહિલાને સંતાનસુખ મળ્યું છે અને એકીસાથે 3 બાળકોને જન્મ આપ્યો છે જેમાં એક પુત્ર અને બે પુત્રીનો સમાવેશ થાય છે. પુત્રનું વજન 1 કિલો 430 ગ્રામ તેમજ પુત્રીનું વજન 1 કિલો 580 ગ્રામ અને બીજી પુત્રીનું વજન 1 કિલો 80 ગ્રામ છે.
 
અન્ય સમાચારો પણ છે...