તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટમેટાંનાં એક કિલોનાે ભાવ 100 રૂપિયાએ પહોંચ્યો ગૃહિણીઓમાં કકળાટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદરની શાકમાર્કેટ બજારોમાં તો ટમેટાના કિલોના ભાવ 80 થી 100 રૂપીયા પહોંચી ગયા છે ત્યારે આ મોંઘાદાટ ટમેટાને લઈને ગૃહિણીઓમાં કકળાટ જોવા મળી રહ્યો છે.શાકમાર્કેટ બજારોમાં શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ચોમાસાના સમયમાં ખેડૂતો દ્વારા ખેતરોમાં મગફળી, કપાસનું વાવેતર કરાતું હોવાથી શાકભાજીના વાવેતરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને શાકભાજીનું ઓછું વાવેતર કર્યું હોવાથી અત્યારે ઉત્પાદન મળતું નથી તે ઉપરાંત જી.એસ.ટી. ના કાયદાને લઈને ટ્રાન્સપોર્ટીંગનો ચાર્જ વધી જતો હોવાથી શાકભાજીના વાહનોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
પોરબંદર યાર્ડમાં શાકભાજીની આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આથી શાકભાજીના ભાવ આકાશને આંબ્યા હોય તેમ જોવા મળ્યા છે. પોરબંદરની શાકમાર્કેટ બજારોમાં ટમેટાના ભાવ કિલોના 80 થી 100 રૂપીયાએ પહોંચી ગયા છે તે ઉપરાંત ડુંગળી અને બટેટા અને મરચા સહિતના શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને ગૃહિણીઓમાં શાકભાજીના ભાવને લઈને કકળાટ જોવા મળી રહ્યો છે. એકતરફ જી.એસ.ટી. ના કાયદાને લઈને ટ્રાન્સપોર્ટીંગ વ્યવહાર પણ ખોરવાઈ ગયો હોય અને માર્કેટીંગ યાર્ડમાં અનાજ અને કઠોળની હરરાજી પણ બંધ થઈ ગઈ હોય જેને કારણે કઠોળના ભાવ પણ દિવસે દિવસે વધી રહ્યા છે જેથી લોકો અસમંજસમાં મુકાઈ ગયા છે.
 
અન્ય સમાચારો પણ છે...