પત્નીને તેડવા ગયેલા યુવાન પર સાસરીયાંઓનો હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર નજીકના આદિત્યાણા ગામે રહેતો એક યુવાન તેમની પત્નીને તેડવા માટે સાસરીયામાં ગયો હતો, તે દરમિયાન સાસરીયાઓએ તેમની ઉપર કૂહાડી વડે હૂમલો કર્યો હતો અને ઈજાગ્રસ્ત બનેલા યુવાનને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આદિત્યાણા વણકરવાસમાં રહેતો રામા પુંજા પાંડાવદરા રીસામણે ગયેલી પત્નીને તેડવા માટે ગયો હતો તે દરમિયાન તેમના સસરા કેશુભાઈ સોમાભાઈ મારૂએ એવું જણાવ્યું હતું કે, મારી દીકરીને તારા ઘરે મોકલવી નથી અને કૂહાડી વડે હૂમલો કર્યો હતો. જ્યારે રાજુ સોમા અને સાળા હિતેશ કેશુએ લાકડી વડે હૂમલો કર્યો હતો. સામા પક્ષે કેશુ સોમા મારૂએ એવી ફરિયાદ નોંધાવી છે કે તેની દીકરી મધુ સાસરે તેમના જમાઈ રામા પુંજા પાંડાવદરા બોલાચાલી કરતો હતો આથી તેઓ વચ્ચે પડતા ઉશ્કેરાયેલા જમાઈએ તેમને માર માર્યો હતો. પોલીસે બન્ને પક્ષે ફરિયાદ નોંધીછે.
 
અન્ય સમાચારો પણ છે...