તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજ્યકક્ષાની કુસ્તી સ્પર્ધામાં 35 જિલ્લા, 180 ખેલાડી, 70 જેટલા કોચે ભાગ લીધો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઃ કુસ્તી એ વૈશ્વીક કક્ષાથી આગવી ઓળખ ધરાવતી રમત છે ત્યારે દેશ-વિદેશમાં કુસ્તીનું મહત્વ દિવસને દિવસે વધવા લાગ્યું છે. કુસ્તીની રમત દ્વારા ખેલાડીઓ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરે છે ઉપરાંત દેશ-વિદેશોમાં કુસ્તીના ખેલાડીઓ સારી એવી આવક પણ મેળવે છે અને ગુજરાતના ખેલાડીઓ આ રમતમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ભાગ લઈ રહ્યા છે. આ સ્પર્ધામાં ભાગ લેવો એ દરેક ખેલાડીઓ માટે ગૌરવની બાબત છે ત્યારે પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય અન્ડર-14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
પોરબંદરના સ્પોર્ટસ સંકુલ ખાતે અન્ડર-14 કુસ્તી સ્પર્ધાનું આયોજન કરાયું
રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તથા પોરબંદર જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા યોજાઈ રહેલ કુસ્તી સ્પર્ધામાં રાજ્યભરના ખેલાડીઓ ભાગ લેશે. આ સ્પર્ધામાં 35 જિલ્લાના 180 ખેલાડીઓ તથા 70 કોચ કમ મેનેજર ભાગ લઈ રહ્યા છે ત્યારે રાજ્યકક્ષાની શાળાકીય અન્ડર-14 કુસ્તી સ્પર્ધાનો પ્રારંભ જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં છાયા નગરપાલિકાના પ્રમુખ જીવાભાઈ ભુતિયા, જિલ્લા રમતગમત અધિકારી વિશાલ જોષી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ત્રિવેદી, પુંજાભાઈ ઓડેદરા સહિત ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો