તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરમાંં 2 સ્થળો પરથી સાપને પકડી અભયારણ્યમાં છોડી મૂકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર જિલ્લામાં બરડાપંથકમાં વધુ પ્રમાણમાં સાપ જોવા મળતા હોય છે, તો ક્યારેક રહેણાંક મકાનમાં પણ સાપ નીકળતા હોય છે આથી લોકોમાં સાપનો ભય ફેલાઈ જતો હોય છે. ત્યારે પોરબંદરના જાવર વિસ્તાર અને ત્રણ માઈલ નજીક વાડી વિસ્તારમાં બે સાપ નીકળતા લોકોએ સેવ ધ નેચર ક્લબને જાણ કરતા સેવ ધ નેચર ક્લબના કાર્યકર દ્વારા આ બન્ને સાપને પકડી પક્ષી અભ્યારણ્યમાં મૂકવામાં આવ્યા હતા. ચોમાસાના સમયમાં અવારનવાર સાપ રહેણાંકવાળા વિસ્તારોમાં ચડી આવતા હોય છે.
 
ત્યારે પોરબંદરના જાવર વિસ્તારમાં કોબ્રા નામનો સાપ રહેણાંક મકાનમાં હોવાથી લોકો સેવ ધ નેચર ક્લબને જાણ કરી હતી. આથી સેવ ધ નેચર ક્લબ દ્વારા કબાટમાંથી 30 મીનીટના રેસક્યુ બાદ સાપને પકડી પાડ્યો હતો. તે ઉપરાંત 3 માઈલ વાડી વિસ્તારમાં પડેલા બળતણમાં કાળી ધામણ નામનો સાપ હોવાથી સેવ ધ નેચર ક્લબ દ્વારા તેમને 1 કલાકના રેસક્યુ બાદ પકડી પાડ્યો હતો અને આ બન્ને સાપને પક્ષી અભ્યારણ્ય ખાતે મૂકવામાં આવ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...