પોરબંદરમાં સાગરભુવન ખાતે માછીમાર અવેરનેશ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરમાં માચ્છીમાર બોટ એસોસીએશન તથા કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર અવેરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાગરભુવન ખાતે યોજાયેલ કાર્યક્રમમાં માછીમારોને માર્ગદર્શન અપાયું હતું. માછીમારો સરકારને વિદેશી હુંડીયામણ કમાવી આપવામાં મહત્વનો ફાળો આપી રહ્યા છે ત્યારે સમુદ્રમાં તેમને મોટી મુશ્કેલી વેઠવી પડતી હોય છે. જેથી કોસ્ટગાર્ડના ડી.આઈ. ઈકબાલ ચૌહાણ દ્વારા માચ્છીમારોને માછીમારી દરમિયાન સમુદ્રમાં ચાલતી ગતિવીધી પર નજર રાખવા, ફિશીંગ દરમિયાન બોર્ડર ક્રોસ ન કરવા, શંકાસ્પદ હિલચાલ થતી હોય ત્યારે નજર રાખવા સહિત ભારતીય સમુદ્રમાં જ માછીમારી કરવા અનુરોધ કર્યો હતો.
દરિયામાં થતી હિલચાલ પર માછીમારો નજર રાખે
કોસ્ટગાર્ડ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવું તથા પુખ્તવયના માછીમારો માછીમારી કરતી વખતે સરકારી ડોક્યુમેન્ટ સાથે રાખવા, કોસ્ટગાર્ડની 16 નંબરની વી.એચ.એફ. ચેનલ પર ઈમર્જન્સી વખતે જ ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ બેઠકમાં માછીમારોને લગતા પ્રશ્નો અને સમસ્યાઓ વિશે ચર્ચા કરી દેશની સુરક્ષા માટે સહયોગ આપવા જણાવ્યું હતું. આ તકે કમાન્ડર અજય ચતુર્વેદી, શુકલા, પ્રભાતકુમાર, આ કાર્યક્રમમાં ખારવા સમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલ, બોટ એસો. ના પ્રમુખ ભરતભાઈ મોદી, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રણછોડ શિયાળ, સંજય લોઢારી સહિતના ખારવાસમાજ અને બોટ એસો. ના આગેવાનો અને મોટી સંખ્યામાં માછીમારો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...