પોરબંદરના વિંઝરાણાની સીમમાં કેમ કરાયું હેલીકોપ્ટરનું લેન્ડિંગ શું છે કારણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
 પોરબંદર: પોરબંદરના સમુદ્રમાં ખનિજતેલની શોધખોળ માટે હેલીકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે. ઘણા સમયથી એક ખાનગી કંપનીનું હેલીકોપ્ટર દરરોજ સમુદ્રમાં સર્વેની કામગીરી કરતું હોય છે. 
આ હેલીકોપ્ટર આજે જામનગરથી પોરબંદર એરપોર્ટ તરફ આવી રહ્યું હતું ત્યારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવી જતા આ હેલીકોપ્ટર એરપોર્ટ સુધી પહોંચી શકે તેમ ન હોય,
 
કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા પાયલોટે સાવચેતીપૂર્વક પોરબંદરના વિંઝરાણા ગામની સીમમાં હેલીકોપ્ટરે ઈમર્જન્સી લેન્ડીંગ કર્યું હતું. જો કે આ હેલીકોપ્ટરના લેન્ડીંગ દરમિયાન કોઈ અઘટીત ઘટના ઘટી ન હતી પરંતુ સીમ વિસ્તારમાં અચાનક ચાલુ વરસાદે હેલીકોપ્ટરનું તાત્કાલીક ઉત્તરાણ કરતા આસપાસના લોકોના ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા
 
. 20 મિનિટ સુધી હેલીકોપ્ટર ત્યાં સીમ વિસ્તારમાં રહ્યું હતું. પુન: હવામાન ધીરેધીરે સુધરવા લાગતા આ હેલીકોપ્ટર ફરીથી ઉડાન ભરીને એરપોર્ટ તરફ રવાના થયું હતું.
 
અન્ય સમાચારો પણ છે...