એર રાયફલ, પિસ્તોલની સ્પર્ધામાં પોરબંદરના છાત્રોને ગોલ્ડ મેડલ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદરની છાત્રોએ અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશન દ્વારા આયોજીત એર રાયફલ અને એર પિસ્તોલની સ્પર્ધામાં ગોલ્ડમેડલ મેળવ્યો હતો. તાજેતરમાં અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ રાયફલ એસોસીએશન દ્વારા 10 મીટર ની એર રાયફલ અને એર પિસ્તોલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોરબંદર શહેરમાં આવેલ સ્પોર્ટસ સંકુલ ખાતે શૂટીંગ રેન્જ પર પ્રેક્ટીસ કરતા અને સેન્ટ મેરી સંકુલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
 
આ સ્પર્ધામાં ઈશાબેન  વાઘેલા અને કિંજલબેન પરમારે ગોલ્ડ મેડલ મેળવ્યા હતા અને બોયઝમાંથી 1 સિલ્વર, 1 બ્રોન્ઝ મેળવ્યા હતા. આ સિદ્ધિ મેળવ્યા બદલ રમતગમત સંકુલના સિનીયર કોચ મનસુખભાઈ તાવેથીયા તથા સેન્ટ મેરી સ્કૂલના પ્રિન્સીપાલ જેસ મારીયાએ શૂટરોને આ સિદ્ધિ મેળવ્યા બદલ શુભેચ્છાઓ પાઠવી હતી.