• Gujarati News
  • Porbandar Standard 12th Science Stream Results Has Been Declared

પોરબંદરનું ધો.12 સા.પ્ર.નું 53.29, અડવાણા કેન્દ્રનું સૌથી ઉંચુ 78.15 ટકા રહ્યું પરિણામ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌથી ઓછું માધવપુર કેન્દ્રનું 27.67 ટકા પરિણામ : માર્કશીટ ન અપાતા છાત્રો નિરાશ
પોરબંદર: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચમાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે આજે જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યનું પરિણામ 54.98 ટકા આવ્યું છે જે છેલ્લા બે દાયકાનું સૌથી નીચું પરિણામ ગણવામાં આવે છે. જિલ્લાની વાત કરીએ તો ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 53.29 ટકા જાહેર થયું છે. જિલ્લામાં એ-વન ગ્રેડમાં એકપણ વિદ્યાર્થી સ્થાન મેળવી શક્યો ન હતો જ્યારે એ-ટુમાં 40 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ અડવાણા કેન્દ્રનું 78.15 ટકા અને સૌથી નીચું પરિણામ માધવપુરનું 27.67 ટકા આવ્યું છે.
પોરબંદર જિલ્લાનું 53.29 ટકા જ્યારે પોરબંદર શહેરનું 53.28 ટકા પરિણામ જાહેર થયું છે. આજે માત્ર વેબસાઈટ ઉપર જ પરિણામ જાહેર થતાં સવારથી જ વિદ્યાર્થીઓ વેબસાઈટ ઉપર પોતાના પરિણામો જોવા માટે ઉત્સુકતા જોવા મળી હતી જો કે આજે માર્કશીટ આપવામાં નહીં આવતા વિદ્યાર્થીઓમાં નિરાશા જોવા મળી હતી.આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું તેમાં જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની જેમ સામાન્ય પ્રવાહમાં પણ એકપણ વિદ્યાર્થી સ્થાન મેળવી શક્યો ન હતો, જ્યારે એ-2 માં 40 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે. જિલ્લામાં સૌથી ઉંચુ પરિણામ અડવાણા કેન્દ્રનું 78.15 ટકા અને સૌથી નીચું પરિણામ માધવપુરનું 27.67 ટકા આવ્યું છે. જે વિદ્યાર્થીઓ પાસ થયા છે તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
મહેનતથી સફળતાના શિખરો સર કર્યા: મિત્તલ
ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જે.વી. ગોઢાણિયા ગર્લ્સ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી મોકરીયા મિત્તલે આંકડાશાસ્ત્રમાં 100 માંથી 99 માર્ક્સ અને નામામાં 100 માંથી 98 માર્ક્સ મેળવ્યા છે, જ્યારે કુલ પર્સન્ટાઈલ 99.77 ટકા મેળવીને એ-2 માં સ્થાન મેળવ્યું છે. મિત્તલના પપ્પા ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે જોડાયેલા છે અને આ સફળતા તેમના માતા-પિતા, દાદી અને શાળાના પ્રિન્સીપાલને આભારી છે. મિત્તલને
લેક્ચરર થવું છે.
સુથારની દિકરીને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે
99.63 પર્સન્ટાઈલ સાથે એ-2 ગ્રેડમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીની ક્રિષ્ના પાણખાણીયાના પિતા સુથાર છે. ક્રિષ્નાને સોફ્ટવેર એન્જીનીયર બનવું છે. સફળતા માટે મમ્મી-પપ્પાના આશિર્વાદ અને શાળાના મહિલા પ્રિન્સીપાલ શ્વેતાબેન રાવલનું માર્ગદર્શન પ્રેરણારૂપ બન્યું છે. સતત વાંચન અને કાંઈક કરી છુટવાની તમન્નાને કારણે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોવાનું ક્રિષ્નાએ જણાવ્યું હતું.
માતા-પિતાના આશિર્વાદથી મળી સફળતા : જાનકી
પોરબંદરની આઈસ ફેક્ટરીમાં કામ કરતા નરેન્દ્રભાઈ ગિરનારીની દિકરી જાનકીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.33 ટકા સાથે એ-2 માં સ્થાન મેળવ્યું છે. જાનકીને કોમ્પ્યુટર પ્રોગ્રામર બનવું છે. શૈક્ષણિક કારકિર્દીની મહત્વની પરિક્ષા માતા-પિતાના આશિર્વાદથી આપી હતી અને સફળતા સર કરી છે. નિયમિત વાંચનને કારણે અને જે.વી. ગોઢાણિયા હાઈસ્કૂલના પ્રિન્સીપાલના માર્ગદર્શનથી સિદ્ધિ મળી છે.
સા.પ્ર.નું ક્યા કેન્દ્રનું કેટલા ટકા પરિણામ ?

કેન્દ્રનું નામ પરિણામ
પોરબંદર 53.28 ટકા
કુતિયાણા 56.26 ટકા
રાણાવાવ 51.09 ટકા
અડવાણા 78.15 ટકા
માધવપુર 27.67 ટકા