તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકોએ ઢોલ વગાડી નિંભર તંત્રને જગાડ્યું, પોરબંદરમાં પ્રાથમિક સુવિધાનાં અભાવ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર નગરપાલિકા દ્વારા વેરા વસૂલવા માટે લેણદારને ત્યાં ઢોલ વગાડવામાં આવતા હોય છે. વેરા ઉઘરાવ્યા બાદ પણ પ્રજાને સફાઈ, પાણી સહિતની પ્રાથમિક સવલતો ન આપે તો પ્રજા પણ નગરપાલિકાના આંગણે ઢોલ-શરણાઈ વગાડી શકે છે તે આજે પોરબંદર જિલ્લા કોળી સેનાએ પૂરવાર કર્યું. શહેરના ઝુરીબાગ અને રામધૂન વિસ્તારમાં સાંઢીયાગટરની સફાઈ નિયમિત નહીં થતાં સ્થાનિકો ત્રસ્ત બન્યા હતા. કોળીસેના અને કોંગ્રેસના આગેવાનો ઢોલ-શરણાઈ સાથે સફાઈના મુદ્દે રજૂઆત કરવા માટે દોડી ગયા હતા જેને પગલે પાલિકા કચેરીમાં પાલિકાના કર્મચારીઓ પણ થોડીવાર તો આશ્ચર્યચકિત બની ગયા હતા.

પોરબંદરમાં ગંદકીના મુદ્દે લોકો પાલિકા કચેરીએ દોડી ગયા

પોરબંદરમાં ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ લોકોનું ટોળું ઢોલ-શરણાઈ સાથે શહેરના રાજમાર્ગો ઉપરથી પસાર થતાં થોડીવાર શહેરીજનો પણ વિચારતા થઈ ગયા હતા. આ તો ન હતી કોઈ ધાર્મિક યાત્રા કે ન હતા કોઈ લગ્નના ઢોલ. ઢોલ અને શરણાઈ વાગી રહ્યા હતા સફાઈના મુદ્દે નગરપાલિકાના શાસકોને કુંભકર્ણનિંદ્રામાંથી જગાડવા માટે. શહેરના કોળીવાડ અને રામધૂન વિસ્તારમાંથી પસાર થતી સાંઢીયાગટરની નિયમીત સફાઈ થતી નહીં હોવાને કારણે ઠેરઠેર ગંદકીના ગંજ ખડકાયા હતા. આ ઉપરાંત ચારોતરફ કાદવ-કિચડનું સામ્રાજ્ય જોવા મળતું હોય, વરસાદી પાણી ભરાયેલા રહેતા હોય આથી મચ્છરોનો ઉપદ્રવ વધતાં લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થયો હતો.

શહેરમાં પ્રાથમિક સુવિધાનાં અભાવને લઇને કરાઇ રજૂઆત

કોળીવાડ વિસ્તારમાંથી નીકળતી સાંઢીયાગટર રહેણાંક વિસ્તારથી નજીક હોવાથી ગટરના ગંદા પાણી ઉભરાઈને ઘરઆંગણે ફરી વળતા હોય જેને કારણે સ્થાનિકોને શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો હતો. આ ગટર ઠેકઠેકાણે તૂટી ગઈ હોવાથી લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે તેમજ સતત અકસ્માતનો પણ ભય જોવા મળતો હતો. નગરપાલિકાના શાસકોને સાંઢીયાગટરના મુદ્દે અવારનવાર રજૂઆતો કરી હતી પરંતુ સફાઈના નામે માત્ર નાટક જ થતું હોય આથી કંટાળેલા આ વિસ્તારના લોકો તેમજ કોળીસેના અને કોંગ્રેસે આજે પાલિકાના શાસકોની આંખ ઉઘાડવા માટે સ્થાનિક લોકોને સાથે લઈને ઢોલ-શરણાઈ સાથે કોળીવાડથી નગરપાલિકા સુધી એક રેલીનું આયોજન કર્યું હતું અને ત્યાં નગરપાલિકાના જવાબદાર અધિકારીઓને સફાઈના મુદ્દે ઉગ્ર રજૂઆતો કરી હતી.
આગળની સ્લાઇડમાં વાંચો, સ્થળ ઉપર નિરીક્ષણ કરવા પાલિકાના અધિકારીઓ ડોકાયા નહીં
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો