તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદર: પોલીસકર્મીએ ‘તારો પતિ ક્યાં છે’ કહી મહિલાને પાટું માર્યું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર: પોરબંદરના ગરેજ ગામે જુના મનદુ:ખને લઈને બે પરિવાર વચ્ચે બોલાચાલીમાં 100 નંબરને ફોન કરી બોલાવતા પોલીસે આવી મહિલાના ઘરમાં ઘૂસી ‘તારો પતિ ક્યાં છે’ તેમ કહી પોલીસએ મહિલાને પાટુ મારી ઈજા પહોંચાડતા મહિલાની પુત્રી વચ્ચે આવતા તેને પણ ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચતા બન્ને મહિલાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. 
 
‘તારો પતિ ક્યાં છે’  તેમ કહી ઢીકા-પાટુનો માર માર્યો
 
ગરેજ ગામે રહેતી જયાબેન વજુ સોલંકી નામની મહિલાના પુત્ર સાથે પડોશમાં રહેતા જેન્તી રવજી સોલંકી સાથે ઝઘડો થયો હતો અને મહિલા રવજીને સમજાવવા જતાં જેન્તી રવજી, ગોપાલ, કાનજી અને જેન્તીની ઘરવાળી ઉશ્કેરાઈ જઈ મહિલા અને તેના પરિવારજનોને ભૂંડી ગાળો બોલતા બન્ને પરિવારો વચ્ચે બોલાચાલી થતાં જેન્તીએ 100 નંબરને ફોન કરી બોલાવતા ત્રણ પોલીસકર્મી આવી જયાબેન ઘરમાં સુતા હતા તે દરમિયાન ‘તારો પતિ ક્યાં છે’  તેમ કહી ઢીકા-પાટુનો માર મારતા જયાબેનની દીકરી હિનાબેન મહેશ સોલંકી છોડાવવા છતાં પોલીસકર્મીએ બન્ને માતા-દીકરીને ઢીકા-પાટુનો માર મારી ઈજા પહોંચાડતા સારવાર માટે પોરબંદરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી.
 
આ અંગેની વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ પર ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો