પોરબંદરનો ઇતિહાસ કેનવાસ પર, વોટરકલરનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ કલાના કસબીઓ જ્યારે પોતાની કલાને રજૂ કરે છે ત્યારે સૌ કોઈ મંત્રમુગ્ધ બની જાય છે. અમદાવાદના એક ખ્યાતનામ કલાકારે પોરબંદરના આંગણે વોટરકલરનું એક લાઈવ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરીને પોરબંદરના યુવા કલાકારોને પ્રોત્સાહન આપવાની સાથેસાથે માર્ગદર્શન પણ પૂરૂં પાડ્યું હતું.

પોરબંદરમાં ઈનોવેટીવ-ધ ગૃપ ઓફ આર્ટીસ્ટના સહયોગથી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે અમદાવાદના ખ્યાતનામ ચિત્રકાર ભાવેશ ઝાલા દ્વારા વોટરકલરનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન રજૂ કરવામાં આવ્યું હતું. પોરબંદરનું બંદર, માણેકચોક સહિતના ઐતિહાસિક વારસાને કેનવાસ ઉપર વોટરકલરથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરીને સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પોરબંદરના યુવા કલાકારોએ આ લાઈવ ડેમોન્સ્ટ્રેશન નીહાળીને અભીભૂત બન્યા હતા.

અમદાવાદના ખ્યાતનામ કલાકાર ભાવેશ ઝાલાના મુંબઈ ખાતે પણ આર્ટગેલેરીમાં પણ ચિત્રો રજૂ થયા છે આ ઉપરાંત ઈન્ટરનેશનલ વોટર કલરની સ્પર્ધામાં પણ તેમના ચિત્રો પસંદગી પામ્યા છે. પોરબંદરના આંગણે આવીને આ ચિત્રકારે પોરબંદરના ઈતિહાસને કેનવાસ ઉપર ઉજાગર કરીને વાહ વાહ મેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઈનોવેટીવ ગૃપના બલરાજભાઈ પાડલીયા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. સૌ કોઇ આ ચિત્રો નિહાળી અભિભુત થયા હતા.
અન્ય સમાચારો પણ છે...