કોલેજમાં સ્ક્રીપ્ટ રાઈટીંગ વર્કશોપ યોજાયો, પાઠ્યપુસ્તકના નાટકનું નિદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદર શહેરની રામબા કોલેજ ખાતે સી.ટી.ઈ. દ્વારા સ્ક્રીપ્ટ રાઈટીંગ વર્કશોપ યોજાયો હતો, જેમાં વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના નાટકનું નિદર્શન કરી સ્ક્રીપ્ટ રાઈટીંગ અભ્યાસથી ભાર વગરના ભણતરનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.

ગાંધીનગરની શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ જી.સી.આઈ.આર.ટી. પ્રેરીત તથા આર.જી. ટીચર્સ કોલેજના સી.ટી.ઈ. વિભાગ દ્વારા સ્ક્રીપ્ટ રાઈટીંગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ ખાતે યોજાયેલ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકના નાટકનું નિદર્શન કરી સ્ક્રીપ્ટ રાઈટીંગ અભ્યાસથી ભાર વગરના ભણતરનું ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
 
નાટકો એ બાળકોની પાઠશાળા હોયઠ, બાળકો નાટકોના માધ્યમથી ઘણું શીખે છે. પાઠ્યપુસ્તકમાં આવતા એકાંકી નાટકોના પ્રત્યક્ષ અનુભવો થકી જ્ઞાન વધુ ઝડપથી બાળકોને યાદ રહેતું હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. આ તકે અધિક નિવાસી કલેક્ટર મહેશ જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...