તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરઃ મેરીટાઈમ બોર્ડની ઉદાસીનતા બાદ માછીમારોએ ભાટ તોડવાનું કર્યું શરૂ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરના સુભાષનગર કોબાલ પાસે અને અસ્માવતી ઘાટના મુખમાં મોટી ભાટ (મોટા પથ્થરો) હોવાના કારણે બોટોને બંદરમાં આવક-જાવક કરવા માટે મુશ્કેલી પડી રહી હતી તેમજ ભાટ સાથે અથડાવવાથી બોટોને પણ નુકસાન થતું હતું. આ બાબતે ગુજરાત મેરીટાઈમ બોર્ડને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કામગીરી નહીં થતાં અંતે માછીમારોએ લોકભાગીદારીથી આ ભાટને તોડવાની કામગીરીનો આજે પ્રારંભ કર્યો હતો.
ગુજરાત મેરીટાઈમ બોર્ડની ઉદાસીનતાને કારણે કોઈ કામગીરી નહીં થતા

પોરબંદરમાં અંદાજે નાની-મોટી 4500 જેટલી બોટો આવેલી છે. આ તમામ બોટો અસ્માવતી ઘાટ પાસેના મુખ્ય બારામાંથી અવરજવર કરતી હોય, અહીં ડ્રેજીંગની સમસ્યા પણ માછીમારોને સતાવી રહી હતી અને સૌથી મોટી સમસ્યા ભાટને કારણે સર્જાતી હતી. મોટા પથ્થરો સાથે દરરોજ બે થી ત્રણ બોટો અથડાતી હોય જેને કારણે બોટને નુકસાન થતાં બોટમાલિકોને આર્થિક નુકસાન વેઠવું પડતું હતું. આ ભાટ દૂર કરવા માટે અવારનવાર રજૂઆતો કરવા છતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડે કોઈ કામગીરી નહીં કરતા અંતે સમસ્ત પોરબંદર ખારવાસમાજ, બોટ એસોસીએશન અને પીલાણા એસોસીએશને લોકભાગીદારીથી 8 લાખના ખર્ચે ભાટને તોડવાની કામગીરીનો આજે પ્રારંભ કર્યો હતો. આ તકે બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદી, ખારવાસમાજના વાણોટ સુનિલભાઈ ગોહેલ, પીલાણા એસોસીએશનના પ્રમુખ ધનજીભાઈ બાદરશાહી, નવીબંદર ખારવાસમાજના પ્રમુખ મોહનભાઈ ભુતિયા તેમજ ખારવા સમાજના પંચ-પટેલો અને બોટ એસો.ના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...