તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોટબંધીના મુદ્દે પોરબંદર કોંગ્રેસની બાઇક રેલી, સરકાર સામે સુત્રોચ્ચાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ રૂા. 500 અને 1000 ના દરની નોટો રદ કરવામાં આવી છે ત્યારથી સામાન્ય નાગરીકથી લઈને ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે આ સરકારના નોટબંધીના નિર્ણયને લઈને દેશભરમાં કોંગ્રેસ દ્વારા તેમનો વિરોધ કરી પ્રદર્શન કરવામાં આવે છે. આ મુદ્દે પોરબંદર કોંગ્રેસ કાર્યકરો દ્વારા શહેરના કમલાબાગથી લઈને માણેકચોક સુધી 40 થી વધુ બાઈકચાલકોએ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

દેશભરમાં તા. 8 નવેમ્બરથી સરકારે 500 અને 1000 ના દરની નોટ બંધ કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. લોકો બેન્કો અને પોસ્ટઓફિસોમાં પૈસાની લેવડ-દેવડ કરવા ઉમટી પડ્યા હતા પરંતુ આ નિર્ણયને લઈને સામાન્ય નાગરીકથી લઈને ખેડૂતો સહિતના લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે બીજી તરફ નોટબંધીને મુદ્દે કોંગ્રેસે પણ સરકારને ભીડવવાનો પ્રયાસ કર્યો છે અને ગુજરાતના અનેક જિલ્લામાં નોટબંધીને લઈને જનઆક્રોશ જોવા મળી રહ્યા છે ત્યારે આજે પોરબંદરમાં કોંગ્રેસ દ્વારા ‘આક્રોશ સપ્તાહ’ નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત પોરબંદરના કમલાબાગથી માણેકચોક સુધી બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. 40 થી વધારે બાઈક ચાલકોએ ભાજપ સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી દેખાવ કર્યો હતો અને
માણેકચોકમાં ગાંધીજીના પૂતળાને પુષ્પહાર કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...