તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર સિવિલમાં લિફ્ટ બંધ રહેતા દર્દીઓ પરેશાન, તંત્રને રજૂઆત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદર શહેરમાં આવેલી ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા 8 દિવસથી લીફ્ટ બંધ પડી જતા જિલ્લાભરમાંથી રોજ મોટી સંખ્યામાં આવતા દર્દીઓને સારવાર માટે રીફર કરવામાં આવે છે ત્યારે ઉપરના માળે દર્દીઓને ચાલીને જવું પડતું હોવાથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

પોરબંદર શહેરની ભાવસિંહજી સરકારી હોસ્પિટલમાં જિલ્લાભરમાં મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. રોજના દર્દીઓ સારવાર માટે આવે છે ત્યારે દર્દીઓને રીફર કરવામાં આવતા હોય છે અને રીફર કરવામાં આવેલ દર્દીઓને ઉપરના માળે ચઢવામાં મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

લીફ્ટ 8 દિવસથી બંધ પડી જતા દર્દીઓને હાલાકી પડી રહી છે ત્યારે દર્દીઓની મુશ્કેલી દૂર થાય તે માટે તાત્કાલીક લીફ્ટ ચાલુ કરવામાં આવે તેવી દર્દીઓમાં માંગ ઉઠી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અદ્યતન સુવિધાના સાધનોથી કરોડોના ખર્ચે હોસ્પિટલ બનાવવામાં આવી છે પરંતુ હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે દર્દીઓને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે.
લીફ્ટ ચાલુ કરવા માંગ

હોસ્પિટલમાં દાખલ દર્દી મોહનભાઈએ જણાવ્યું હતું કે, 8 દિવસથી લીફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહી છે જેથી દર્દીઓને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા તાત્કાલીક લીફ્ટ ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...