પોરબંદર ત્રિપલ મર્ડર કેસ: દિકરાએ જ માતા, પિતા-ભાઈની લોથ ઢાળી દીધી’તી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર પંથકમાં ચકચાર મચાવનાર ત્રિપલ મર્ડર કેસનો ભેદ ઉકેલવામાં અંતે પોલીસને સફળતા હાથ લાગી છે. કોળી આધેડ, તેમની પત્નિ અને પુત્રની કોદાળીના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કોળી આધેડના મોટા પુત્રએ જ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Paragraph Filter

- પોરબંદર ત્રિપલ મર્ડર કેસ: દિકરાએ જ માતા, પિતા-ભાઈની લોથ ઢાળી દીધી’તી
- પોરબંદરમાં છાયા ગ્રીનપાર્ક સોસાયટીનાં ત્રિપલ મર્ડર કેસમાં ઘરનો જ ઘાતકી નીકળ્યો, આર્થિક સંકળામણ અને ઘરકંકાસથી કંટાળી કૃત્ય આચર્યું
- કોદાળીનાં ઘા ઝીંકી હત્યા કરનાર આરોપીને ઘર નજીક આવેલા એસીસી ગ્રાઉન્ડમાં બાવળની ઝાડીમાંથી દબોચી લીધો

ખેતીનો વ્યવસાય કરતા પરબતભાઈ રામાભાઈ વાઢીયા, તેમના પત્નિ લક્ષ્મીબેન તેમજ નાનો પુત્ર જેન્તીની કોદાળીના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરવામાં આવી હતી. એક જ કુટુંબના ત્રણ સભ્યોની હત્યા કેસમાં આમ તો પ્રારંભિક તબક્કે જ જેમની હત્યા થઈ તે પરબતભાઈના મોટા પુત્ર કેશુ ઉપર શંકા વ્યક્ત કરવામાં આવી હતી અને પોલીસે આ જ દિશામાં તપાસ હાથ ધરી છે. આ હત્યાના બનાવ બાદ કેશુ રહસ્યમય સંજોગોમાં લાપતા બન્યો હતો અને પોલીસે તેની શોધખોળ આદરી હતી.

આજે બપોરના સમયે ગ્રીનપાર્ક સોસાયટી નજીક આવેલા એસીસી ગ્રાઉન્ડની ઝાડીમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે કેશુને ઝડપી લીધો હતો. તેમની પ્રાથમિક પુછપરછ દરમિયાન કેશુ કોઈ કામધંધો કરતો ન હોય, આર્થિક રીતે મુંઝવણ અનુભવતો હોય, પરિવારજનો વાપરવા માટે પૈસા આપતા ન હોય અને આ માટે અવારનવાર ઘરમાં ઝઘડાઓ પણ થતા હોય, આથી કંટાળીને તેમણે આ હત્યા કરી હોવાની કબુલાત આપી છે. હાલ તો આરોપી કેશુ વાઢીયાનો કબ્જો કમલાબાગ પોલીસને સોંપતા પોલીસે આ શખ્સની વધુ પુછપરછ કરવા માટે રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

36 કલાક સુધી બાવળની ઝાડીમાં સંતાઈને બેઠો રહ્યો

બુધવારની રાત્રિના 2 વાગ્યા આસપાસ કેશુએ માતા-પિતા અને ભાઈને મારવાનો ઈરાદો મક્કમ કરી લીધો હતો. કોદાળીના ઘા ઝીંકી ત્રણ-ત્રણ હત્યા કર્યા બાદ કેશુ ઘરેથી રાત્રિના સમયે જ નીકળી ગયો હતો. ઘરથી દૂર આવેલા એસીસી ગ્રાઉન્ડમાં આવેલી બાવળની ઝાડીમાં જ સંતાઈને બેઠો રહ્યો હતો. 36 કલાક બાદ પોલીસને જાણ થતા હત્યારા કેશુને ઝડપી લીધો હતો.
આગળ વાંચો, જનેતા ઉપર જ પ્રથમ કોદાળીનો ઘા, ચહેરા પર જરાય અફસોસ ન હતો, પોલીસને પણ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ