તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વીજબીલ ન ભરનારાનું વીજજોડાણ રદ કરાશે, પોરબંદરમાં તંત્રની કવાયત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર જિલ્લામાં વિજચોરીને ડામવા માટે પી.જી.વી.સી.એલ. દ્વારા સમયાંતરે વિજદરોડા પાડવામાં આવે છે. આ દરોડા દરમિયાન લાખો રૂપીયાની વિજચોરી પણ સામે આવે છે. વિજચોરો બાદ હવે વિજબીલ ભરવામાં ઉદાસીનતા દાખવનારા ગ્રાહકો સામે પણ આકરા પગલા લેવાનો નિર્ણય પી.જી.વી.સી.એલ. દ્વારા કરવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષના અંતે વિજબીલ નહીં ભરનાર ગ્રાહકોના વિજકનેક્શનો રદ કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સરકારી લેણાં ભરવામાં ઉદાસીનતા દાખવનારા આસામીઓ સામે પગલા લેવામાં આવતા હોય છે.

6 કરોડની વીજબીલની રકમ વસુલવા કાર્યવાહી હાથ ધરાશે

પોરબંદર નગરપાલિકાએ વેરો નહીં ભરનાર આસામીઓની મિલ્કત સીઝ કરવા સહિતના આકરા પગલા લીધા હતા હવે પી.જી.વી.સી.એલ. પણ વિજબીલના નાણાં વસૂલવા માટે લાલ આંખ કરશે. પોરબંદર પી.જી.વી.સી.એલ. વર્તુળ કચેરીના અધિક ઈજનેર વી.એલ. નિમાવતના જણાવ્યા અનુસાર વિજબીલ ભરવામાં જે ગ્રાહકો ઉદાસીનતા દાખવી રહ્યા છે તેમની સામે આકરા પગલા લેવામાં આવશે. પોરબંદર શહેર ઉપરાંત બગવદર, રાણાવાવ, કુતિયાણા, કોસ્ટલ એરીયા, માંગરોળ, કેશોદ, માળીયાહાટીના અને ચોરવાડ હેઠળના વિસ્તારોના વિજતંત્રના અંદાજે 6 કરોડ જેવી બીલની રકમ બાકી હોય આગામી દિવસોમાં વિજતંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને વિજજોડાણ કાપવાની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માર્ચ મહિનાના અંત સુધીમાં બાકી વિજબીલ ભરી દેવું અન્યથા આવા તમામ ગ્રાહકોના મીટરો તેમજ સર્વિસ વાયરો ઉતારી વિજપુરવઠો બંધ કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો