તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભારતીય જળસીમા પાસેથી એક બોટ, 6 માછીમારનું પાક. મરિન દ્વારા અપહરણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. આ વર્ષે માછીમારીની સીઝન શરૂ થયાને હજુ 1 માસ જેવો સમય પણ થયો નથી ત્યાં પાકમરીને લખ્ખણ ઝળકાવવાનું શરૂ કરી દીધું છે. ભારતીય જળસીમા નજીકથી આજે વહેલી સવારે ઓખાની 1 બોટ અને 6 માછીમારોના અપહરણ કરી જવામાં આવ્યા છે જેને પગલે માછીમારોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.
માછીમારીની સિઝન શરૂ થયાને હજુ 1 માસ જેવો સમય થયો
પોરબંદર સહિત સૌરાષ્ટ્રભરની મોટાભાગની બોટો માછીમારી જખૌ નજીક માછીમારી કરવા માટે જાય છે ત્યારે ભારતીય જળસીમા નજીકથી સમયાંતરે પાકિસ્તાની મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા ભારતીય બોટ અને માછીમારોના અપહરણ કરી જવામાં આવે છે. આજે વહેલી સવારે ભારતીય જળસીમા નજીકથી ઓખાની એક બોટ માછીમારી કરી રહી હતી તે દરમિયાન પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સીની શીપ ધસી આવી હતી અને બંદૂકના નાળચે 1 બોટ અને 6 માછીમારોના અપહરણ કરી ગયા હતા.
રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી પાકમાં કેદ પોરબંદરની 6 બોટના રજિસ્ટ્રેશન રદ
પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા અવારનવાર ભારતીય બોટ અને એજન્સીના અપહરણ કરી જવામાં આવે છે. પાકિસ્તાન દ્વારા પકડવામાં આવેલી ભારતીય બોટોને પાકિસ્તાનના જુદા-જુદા બંદરો ખાતે લઈ જવામાં આવે છે. દેશદ્રોહી પ્રવૃત્તિઓમાં આ ભારતીય બોટોનો ઉપયોગ ન થાય તે માટે મત્સ્યોદ્યોગ વિભાગ મર્ચન્ટ શીપ એક્ટની કલમ 435 (પી) અન્વયે મત્સ્યોદ્યોગ નિયામકને મળેલી સત્તાની રૂ એ પાકિસ્તાનમાં કેદ રહેલી પોરબંદરની 6 બોટોના લાયસન્સ અને રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો