PMના હસ્તે લોકાર્પણ થયેલ હોસ્પિટલમાં પોરબંદરનાં 3 તબીબ સેવા આપશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: અમદાવાદના એસ.જી.હાઈવે પર એસ.જી.વી.પી હોસ્પિટલ ખાતે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને સારવાર પરવડે તેવા આશયથી આધુનિક ટેકનોલોજી અને શ્રેષ્ઠ ડોકટરોની ટીમ દ્વારા ઉત્તમ સારવાર રાહત દરે આપવાની જાહેરાત કરાઈ છે. આ હોસ્પિટલમાં 50થી વધુ તબીબોની ટિમ ૨૪ કલાક માટે કાર્યરત રહેશે. અને આ હોસ્પિટલમાં દાખલ થનાર એન.આર.આઈ.માટે પણ આવાસની સુવિધા તથા કેમ્પસમાં આવેલા બાગ-બગીચા અને હરિયાળીથી ભરપૂર કુદરતી વાતાવરણમાં દર્દીઓને તન મન અને આત્માની પ્રસન્નતા માટે તેઓની બીમારીનો ઈલાજ થાય તે પ્રકારનું વાતાવરણ નિર્માણ કરાયું છે.

 

યોગ અને ધ્યાનથી વિવિધ પ્રકારની સેવા આપવામાં આવશે. ઉપરાંત આયુર્વેદિક પદ્ધતિથી અનેક પ્રકારના ઉપચાર કરાશે. આ હોસ્પિટલનું નવ નિર્માણ થતાં  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં પોરબંદરમાં વર્ષોથી જાણીતા એમડી ડોક્ટર સંજય જોષી હાલ થોડા સમયથી સપ્તાહના ચાર દિવસ અમદાવાદ ખાતે સેવા આપે છે. ત્યારે એસજી હાઇવે ઉપર નવનિર્મિત  હોસ્પિટલ્ ખાતે તેઓએ ફિઝિશિયન અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ નો હોદો સંભાળવાની જવાબદારી લીધી છે.

 

અમદાવાદના જાણીતા ચેસ્ટ ફિઝિશિયન અને પલ્મોલોજિસ્ટ સિનિયર તબીબ ડો. પાર્થિવ મહેતા એ જવાબદારી સોંપી છે. અને તેમની સાથોસાથ ડૉક્ટર શીતલ સંજય જોશી તેમજ પોરબંદરમાં સેવા આપનાર યુરોલોજિસ્ટ ડો. ચેતન ગોકાણી પણ આ હોસ્પિટલ ખાતે સેવા આપશે. આમ મહાત્મા ગાંધીજીની જન્મભૂમિનુ ગૌરવ વધારવા બદલ ત્રણેય તબીબોને ઠેરઠેરથી શુભેચ્છાઓની વર્ષા થઈ રહી હતી.

 

 

અન્ય સમાચારો પણ છે...