તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમે જોયા પેલીકન, રોઝી અને પીનટેઇલ પક્ષી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: પોરબંદરની બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા પક્ષીદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પક્ષી નિરીક્ષણ શિબિરની માહિતી આપતા સંસ્થાના પ્રમુખ ભરતભાઈ રૂઘાણીએ એવું જણાવ્યું હતું કે, શિયાળો એટલે રંગબેરંગી વિવિધ રંગરૂપ અને વિવિધ સૂરોથી સજ્જ, કુદરતના અદભૂત સર્જન એવા જાતજાતના મનમોહક તથા રૂપકડા પક્ષીઓને માણવા-જાણવાની ઋતુ. શિયાળાની ઋતુ એટલે પ્રકૃત્તિપ્રેમીઓનો પ્રકૃત્તિને માણવાનો સોનેરી અવસર.

 

આવા સુંદર અવસરને માણવા-જાણવા કુદરતના નઝારાની નજાકત. બર્ડ કન્ઝર્વેશન સોસાયટી દ્વારા અવારનવાર પક્ષીદર્શન તેમજ પક્ષીની દિનચર્યા વિશેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ પ્રસંગે જાવર, કુછડી અને ખીમેશ્વરના જળાશયમાં સ્ટોર્કસ, બગલા, ગ્રે પ્લોવર, એવોસેટ, ગડવાલ, શોવેલર, પોચાર્ડ, પીનટેઈલ, ગારગીની, બતક, રોઝી, પેલીકન, ડેમોઈઝલ ક્રેન વગેરે પક્ષીઓને બિરદાવ્યા હતા.

 

શિયાળામાં વિદેશોમાં બરફ જામી જતો હોવાથી ખોરાકની ઉપલબ્ધી ઘટી જતી હોય અને સખ્ત ઠંડી પડતી હોય તેનાથી રક્ષણ તથા ખોરાક મેળવવા માટે વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુમાં પક્ષીનગરી પોરબંદરની વાટ પકડતા હોવાનું પણ ભરતભાઈ રૂઘાણીએ જણાવ્યું હતું. આ તકે ચાંદનીબેન રાયઠઠ્ઠા, દિવ્યાબેન રૂઘાણી, ભારતીબેન વ્યાસ, હીનાબેન ભટ્ટ, કીર્તિબેન વગેરે હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...