તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદર: લઘુશંકાનું બહાનું બતાવી હત્યાનો આરોપી છૂ, નાકાબંધી કરાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર/રાણાવાવ: રાણાવાવના પાદરડી ગામનો શખ્સ કે જે ફરિયાદ અને હત્યા સહિતના ગુન્હામાં સંડોવાયેલો હતો અને થોડા સમય પહેલા રાણાવાવ પોલીસે તેને ઝડપી લીધો હતો અને પોરબંદરની ખાસ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા કાઢી રહ્યો હતો અને રાણાવાવ કોર્ટમાં મુદ્દત હોવાથી આજે પોલીસ પોરબંદરથી એસ.ટી. માં રાણાવાવ કોર્ટમાં લઈ જતી હતી તે દરમિયાન આરોપીએ જામનગર ટી-પોઈન્ટ પર પેશાબ કરવાના બહાને ઉતરી સામે પડેલી કારમાં બેસી નાસી છૂટ્યો હતો.
 
રાણાવાવ તાલુકાના પાદરડી ગામે રહેતો કરશન લીલા ઓડેદરા નામના શખ્સ મધ્યપ્રદેશના હત્યામાં તેમજ ફરિયાદી ગુન્હામાં નાસતો-ફરતો હતો. આથી રાણાવાવ પોલીસે તેમને 6 માસ પહેલા ઝડપી લીધો હતો અને પોરબંદરની ખાસ જેલમાં કાચા કામના કેદી તરીકે સજા ભોગવતો હતો. ત્યારે આજે રાણાવાવ કોર્ટમાં મુદ્દત હોવાથી આ આરોપીને કોન્સ્ટેબલ નારણ ભાટુ અને કટારા બન્ને એસ.ટી. બસ મારફતે લઈ આવતા હતા. તે દરમિયાન રાણાવાવના જામનગર ટી-પોઈન્ટ પર પેશાબ કરવાના બહાને પોલીસને ચકમો દઈ સામે પડેલી કારમાં બેસી જામનગર તરફ નાસી છૂટ્યો હતો. 302 સહિતના ગુન્હામાં સંડોવાયેલો આરોપી પોલીસના કબ્જામાંથી ફરાર થઈ જતા જિલ્લાભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. આ આરોપીને ઝડપી લેવા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી છે.
અન્ય સમાચારો પણ છે...