તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના રાણીબાગ રોડ પર ગટરગંગા, પાણીમાં કચરો નાંખી દેવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરના રાણીબાગ મેઈન રોડ ઉપરની ગટરમાં કોઈ આવારા તત્વો દ્વારા ગટરની અંદર કચરો નાખી દેતા ગટરનું ગંદુ પાણી ભરાઈને રસ્તાઓ ઉપર ફરી વળ્યું હતું, જેથી લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી હતી ત્યારે નગરપાલિકા દ્વારા તાત્કાલીક આ ગટરની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોરબંદરના રાણીબાગ મેઈન રોડ ઉપર ગટરનું ગંદુ પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યું હતું ત્યારે આ અંગે નગરપાલિકાના વોર્ડ ઈન્સ્પેક્ટર નરેશ કોટીયાએ જણાવ્યું હતું કે, આ ગટરમાં કોઈ આવારા તત્વો દ્વારા કચરો નાખવાથી ગટરનું ગંદુ પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યું હતું.
પોરબંદર શહેરમાં દિન-પ્રતિદિન ગટરના ગંદા પાણીને લઈને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે આજે પોરબંદરના રાણીબાગ મેઈન રોડ ઉપર કોઈ આવારા તત્વો દ્વારા આ ગટરની લાઈનમાં કચરો નાખી લેતા ગટરનું ગંદુ પાણી રસ્તાઓ ઉપર ફરી વળ્યું હતું. જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેપારીઓની દુકાનો સામે ગટરનું ગંદુ પાણી ભરાતા લોકોને દુકાને જવા માટે પાણીમાં ચાલીને જવું પડતું હતું ત્યારે આ અંગેની નગરપાલિકાના સેનીટેશન કમીટીના ચેરમેન અરવિંદભાઈ પાંજરીને થતા તાત્કાલીક 6-7 સફાઈ કામદારો દ્વારા ગટરમાંથી કચરો કાઢી ગટરની સફાઈ કરવામાં આવી હતી. આ ગટરની સફાઈ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
અન્ય સમાચારો પણ છે...