ખંભાળા ગામે મહેર સમાજ ભવનનું લોકાર્પણ, ત્રિદિવસીય અખંડ રામધુન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ: પોરબંદરના બરડા ડુંગર મધ્યે આવેલ ખંભાળા ગામે એક કરોડ રૂપિયાના ખર્ચે અધતન સુવિધાથી સજ્જ મહેર સમાજ ભવનનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મહેર સમાજ ભવનનું નવનિર્માણ થતા લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્રણ દિવસ સુધી અખંડ રામધૂનન સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મહેર જ્ઞાતિના શિરોમણી માલદેવ રાણા કેશવાલાની મૂર્તિ નું અનાવરણ થયું હતું.

 

આ કાર્યક્રમમાં જાણીતા કેળવણીકાર અને ભામાશા ડો.વીરમભાઇ ગોઢાણીયાએ આ સમાજભવન સર્વાંગી સદુપયોગ માટે વપરાય તેવી હાકલ કરી હતી. અને આધુનિક સમયમાં દેખાદેખીના કારણે લગ્ન પ્રસંગોમાં પણ ખોટા ખર્ચાઓ કરવામાં આવે છે. તેમાં ઘટાડો કરવા અનુરોધ કર્યો હતો. અને સમાજમાંથી કુરિવાજોને તિલાંજલિ આપી શિક્ષણના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે મહેર ભવનના નવનિર્માણમાં ખડે પગે રહેનાર કાનાભાઈ આગઠ અને વૈદેવભાઈ  દાસાને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે સંતો મહંતો સહિતનાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...