તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિકેનિકલ ઇજનેરે નોકરી છોડી શરૂ કર્યો ગૃહઉદ્યોગ, 30 મહિલાઓને આપી રોજગારી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર શહેરમાં વિરભનુની ખાંભી નજીક રહેતા મિકેનિકલ એન્જીનીયરે રિલાયન્સમાં નોકરી છોડી અને ગૃહઉદ્યોગ ચાલુ કર્યો છે. છેલ્લા 6 માસથી મિકેનીકલ એન્જીનીયર મિલનભાઈ શાંતિલાલ સોલંકીએ પેન્સીલ બનાવવાના 15 જેટલા મશીનોથી ગૃહઉદ્યોગ ચાલુ કર્યો છે. એક મશીન પર બેસીને 2 મહિલાઓ 5 કલાક પેન્સીલ બનાવે તો પણ 1000 જેટલી પેન્સીલ તૈયાર કરી શકાય છે.

પેન્સિલના ગૃહઉદ્યોગથી 30 મહિલાઓને મળે છે રોજગારી

આમ, ઘરે બેસીને મહિલાઓ રોજગારી મેળવી શકે છે. આ પેન્સીલના ગૃહઉદ્યોગથી શહેરની 30 જેટલી મહિલાઓ ઘરે બેસીને રોજીરોટી રળી રહી છે જેમાં ખૂબ જ સરળતાથી 1 માસ દરમિયાન 7 થી 8 હજાર રૂપીયાની મહિલાઓને આવક થઈ રહી હોવાનું મહિલાઓએ જણાવ્યું હતું. ઉપરાંત ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતા કેયુરભાઈ સુરેશભાઈ નામના વિદ્યાર્થી ભણતરના ખર્ચને પહોંચી વળવા માટે પાર્ટટાઈમ કામ કરી પેન્સિલના ગૃહઉદ્યોગમાંથી આમદની મેળવી રહ્યા છે.

મહિલાઓ નોકરી પરથી આવી કામ કરે છે

પેન્સિલના ગૃહઉદ્યોગથી મોટાભાગની બહેનો દિવસ દરમિયાન નોકરી અથવા કામધંધા પરથી આવી રાત્રીના સમયે 4 કલાક ઘરબેસીને કામ કરી સરળતાથી આજીવિકા રળી રહી હોવાનું મિલન સોલંકીએ જણાવ્યું હતું.
અન્ય સમાચારો પણ છે...