માધવપુર: પોરબંદર તાલુકાના માધવપુર ગામના 60 વર્ષના વૃદ્ધ છેલ્લા 20 વર્ષથી દર વર્ષે દ્વારકા પગપાળા ચાલીને જાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગામના વજદેભાઈ સાથે 200 જેટલા લોકો માધવરાયજીના દર્શન કરી દ્વારકા જવા માટે રવાના થયા હતા.
માધવપુરના વૃદ્ધ સાથે ગામના 200 જેટલા લોકો દ્વારકાના દર્શનાર્થે રવાના થયા
પોરબંદર તાલુકાના માધવપુર ગામે રહેતા 60 વર્ષના વૃદ્ધ વજદેભાઈ રામદેભાઈ માવદીયા દર વર્ષે પગપાળા ચાલીને દ્વારકાધીશના દર્શનાર્થે જાય છે. છેલ્લા 20 વર્ષથી ભજન-કિર્તન સાથે માધવપુર ગામથી પગપાળા દ્વારકા સુધી જતા વજદેભાઈ સાથે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાય છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ માધવપુર ગામે આવેલ માધવરાયજીના દર્શન કરી પગપાળા દ્વારકા જવા માટે વજદેભાઈ રામદેભાઈ માવદીયા રવાના થયા હતા તેમની સાથે 200 જેટલા લોકો પગપાળા ચાલીને દર્શનાર્થે જવા માટે જોડાયા હતા. આ તકે ગામના સરપંચ દેવશીભાઈ બાબુભાઈ કરગટીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી.