પોરબંદરઃ સાસરીયાઓએ 50 હજારની માંગ કરી વહુ, વેવાણ, વેવાઈને ફટકાર્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદરઃ આજના સમયમાં હજુ પણ દહેજનું દૂષણ વધતું જાય છે અને ક્યાંકને ક્યાંક આ દૂષણને કારણે પિતાનું ઘર છોડીને સાસરે આવેલી પરીણિતાઓને ત્રાસ સહન કરવો પડતો હોય છે અને વારંવાર પરીણિતાઓને દહેજ બાબતે મેણાટોણા મારી મારકૂટ કરવામાં આવતી હોવાની ઘટનાઓ પણ બનતી જોવા મળતી હોય છે. આવો જ એક કિસ્સો જોવા મળ્યો છે રાણાવાવમાં કે જ્યાં રહેતી એક પરિણીતા પાસે તેમના સાસરીયાઓ દ્વારા દહેજ સ્વરૂપે 50 હજાર રોકડા અને પતિ માટે સોનાના ચેઈનની માંગણી કરવામાં આવી હતી.

આ બાબતે વારંવાર મેણાટોણા મારી આજે સાસરીયાઓ દ્વારા પરીણિતા તેમના માતા-પિતાને પણ મુઢ માર મારી ઈજાઓ પહોંચાડતા સાસરીયાઓ સામે ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. રાણાવાવમાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતી મનિષાબેન યોગેશભાઈ મારૂ નામની પરીણિતાને તેમના સાસરીયાઓ દ્વારા દહેજ સ્વરૂપે 50 હજાર રોકડા અને યોગેશને સોનાનો ચેઈન કરવામાં કહેવામાં આવ્યું હતું. અને આ બાબતે ઝઘડો થતાં યોગેશ પુંજાભાઈ મારૂ, મહેશભાઈ પુંજાભાઈ મારૂ, પ્રભાબેન પુંજાભાઈ મારૂ, દમયંતીબેન મહેશભાઈ મારૂ, પુંજાભાઈ લાખાભાઈ મારૂએ પરીણિતા મનિષાબેન અને માતા હંસાબેન સાદીયા, પિતા હાજાભાઈ સાદિયાને મુઢ માર મારી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
આ ત્રણેયને સારવાર માટે ભાવસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને આ દહેજ બાબતે આ સાસરીયાઓ દ્વારા ધમકી પણ અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી પરીણિતાએ સાસરીયાઓ વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી હતી.
અન્ય સમાચારો પણ છે...