તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કુતિયાણા અડધો દિ’ બંધ : ડેપ્યુટી કલેક્ટરને દલિતોએ રેલી કાઢી આવેદન આપ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કુતિયાણાઃ ઉના તાલુકાના સમઢીયાળા ગામે દલિતો ઉપર થયેલા અત્યાચારના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. સમગ્ર ગુજરાતના દલિત સમાજમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારથી લઈને શહેરી વિસ્તારો સુધી દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે. બુધવારે પોરબંદરમાં દલિત સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યા બાદ આજે કુતિયાણા ખાતે પણ દલિત સમાજ દ્વારા પણ આજે રેલી અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે કુતિયાણા શહેર બંધનું એલાન આપવામાં આવતા સવારથી બપોર સુધી શહેર બંધ રહ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે રેલી અને આવેદનપત્રના કાર્યક્રમો યોજાયા હતા.

ઉનાની ઘટના બાદ દલિત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. પોરબંદર ખાતે દલિત સમાજ દ્વારા બુધવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારોની સંખ્યામાં દલિત સમાજના ભાઈઓ-બહેનો ઉમટી પડ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારબાદ કુતિયાણા દલિત સમાજે આજે શહેર બંધનું એલાન આપવાની સાથોસાથ રેલી અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેને પગલે આજે સવારથી કુતિયાણા શહેરે સજ્જડ બંધ પાડ્યો હતો. દલિતસમાજ દ્વારા આંબેડકરની પ્રતિમાને હારતોરા કર્યા બાદ એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી અને સરકાર વિરોધી સુત્રોચ્ચારો કરીને શહેરના વિવિધ વિસ્તારમાં ફરીને પ્રથમ મામલતદાર કચેરી ખાતે પહોંચી હતી અને ત્યાં મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ત્યાં ફરી રેલી કાઢીને પ્રાન્ત અધિકારીની કચેરી ખાતે પહોંચ્યા હતા અને પ્રાન્ત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

દલિત સમાજના આગેવાનોએ આવેદનપત્રમાં એવી રજૂઆતો કરી હતી કે, દિનપ્રતિદિન દલિતો ઉપર અત્યાચારો વધી રહ્યા છે. તાજેતરમાં સોઢાણા ગામે જમીનના મનદુ:ખને લઈને દલિત યુવાનની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ ઉનાના સમઢીયાળા ગામે દલિતો ઉપર અમાનુષી ત્રાસ ગુજારવામાં આવ્યો હતો. આ રીતે દલિતો ક્યાં સુધી અન્યાય સહન કરશે ω દલિતો ઉપર થઈ રહેલા અત્યાચારોની જવાબદારી કોની ω તેવા વેધક સવાલો પણ કર્યા હતા તેમજ દલિતો ઉપર અત્યાચાર કરનારાઓ સામે આકરા પગલા લેવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી.

રેલી અને આવેદનપત્રના કાર્યક્રમમાં કુતિયાણા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારના દલિત સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરબંધના એલાનના પગલે સવારથી બપોર સુધી કુતિયાણા શહેરે બંધ પાડ્યો હતો. દલિત સમાજના કાર્યક્રમને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે દલિત સમાજ દ્વારા શાંતિપૂર્ણ રીતે રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ યોજાયો હતો.

કુતિયાણાની તમામ શાળાઓ બંધ રહી

કુતિયાણામાં આજે દલિતસમાજ દ્વારા શહેરબંધનું એલાન આપવામાં આવ્યું હતું તેમજ રેલી અને આવેદનપત્રના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હોય જેને લઈને સરકારી અને ખાનગી શાળાઓ પણ બંધ રહી હતી. ગઈકાલે પોરબંદરમાં રેલી અને આવેદનપત્રના કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા જેને પગલે કુતિયાણા શહેરમાં તકેદારીના ભાગરૂપે સરકારી અને ખાનગી શાળાઓ બંધ રહી હતી.

કુતિયાણા બાયપાસનો રસ્તો ડાયવર્ટ કરાયો
કુતિયાણામાં આજે દલિતસમાજ દ્વારા આજે રેલી અને આવેદનપત્રના કાર્યક્રમનું આયોજન કરાયું હતું અને શહેરબંધનું એલાન અપાયું હતું. વાહન વ્યવહારને અસર ન થાય તે માટે નેશનલ હાઈવે ઉપરથી વાહનો હામદપરા રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જો કે ચક્કાજામનો કોઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો ન હતો અને શાંતિપૂર્ણ રીતે રજૂઆતો કરવામાં આવી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો