તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

BJP નિર્ણયને પરત નહીં ખેંચે તો ચૂંટણીમાં વિપરીત પરિણામો આવી શકે : ખારવા સમાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બે દિવસના પ્રવાસનો પ્રારંભ ગાંધીભૂમિ પોરબંદર ખાતેથી કર્યો હતો અને ખાસ કરીને માચ્છીમારોના પ્રશ્નોને સાંભળવા માટે તેઓ પોરબંદર આવ્યા હતા. જુના બંદર ખાતે રાહુલ ગાંધીએ માચ્છીમાર સાથે સંવાદ કર્યો હતો. આ સભામાં ભાજપના કાર્યકર્તા અને બોટ એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ મોદીએ પાકિસ્તાન દ્વારા ભારતીય બોટોના અપહરણના મુદ્દે તેમજ કોમન ફિશીંગ ઝોન સહિતના મુદ્દે રાહુલ ગાંધીને રજૂઆત કરી હતી.

 

જેને પગલે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તાત્કાલીક અસરથી ભાજપના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા હતા જેને પગલે ખારવાસમાજમાં ભારે નારાજગી જોવા મળી હતી અને સર્વાનુમતે એવું નક્કી કર્યું હતું કે, ભરતભાઈ મોદીને આગામી 24 કલાકમાં ભાજપને પરત નહીં લે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિપરીત પરીણામો આવી શકશે તેવી ચિમકી પણ ઉચ્ચારી હતી. 

 

માછીમારોના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરી હતી 


પક્ષમાંથી બરતરફ કરાયા તે અંગેની કોઈ જાણ કરાઈ નથી. સોશ્યલ મીડીયાના માધ્યમથી તેઓને જાણ થઈ છે અને તેઓએ વધુમાં એમ પણ કહ્યું હતું કે, તેઓ જનસંઘથી ભાજપથી જોડાયેલા છે અને ભાજપની જ વિચારધારા ધરાવે છે. રાહુલ ગાંધીને માત્ર તેઓ માચ્છીમારોના પ્રશ્ને માચ્છીમારોના પ્રતિનિધિ તરીકે રજૂઆત કરવા માટે ગયા હતા અને તેઓએ જાહેરસભામાં પણ આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. - ભરતભાઇ મોદી

અન્ય સમાચારો પણ છે...