પોરબંદરના કર્લીપુલ નજીક બાઇક ચાલકે કિશોરીને હડફેટે લેતા ઇજા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદરના કર્લીપુલ નજીક કિશોરી રોડ ક્રોસ કરી રહી તે દરમિયાન એક અજાણ્યા બાઇક ચાલકે કિશોરીને હડફેટે લેતા  તેમને ઇજા પહોંચી હતી અને સારવાર માટે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. પોરબંદરના કર્લીપુલ પાસે રહેતી પુજાબેન દેમુ પરમાર નામની તરુણી કર્લી પુલ પાસેથી પસાર થઇ રહી હતી એ દરમ્યાન બેફામ બનીને દોડતા એક બાઇકે આ તરુણીને હડફેટ લેતા ઇજા પહોચી હતી. આથી તાત્કાલીક તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી. આ અકસ્માત સર્જી નાશી છુટયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, કર્લી પુલ નજીક બેફામ બનીને દોડતા વાહનોને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. આવા વાહન ચાલકો સામે પોલીસ પગલાભરે તેવી માંગ ઉઠવા પામી છે.
અન્ય સમાચારો પણ છે...