તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરઃ ઉદ્યોગનગરનો રસ્તો બંધ કરવા સામે સ્થાનિકોએ નોંધાવ્યો વિરોધ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદરના બાયપાસ રોડ ઉપરની ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે અંદાજે રૂા. 1 કરોડના ખર્ચે નરસંગ ટેકરી નજીક સ્પ્લીટ ફ્લાય ઓવર બનાવવામાં આવ્યો છે, 4 વર્ષની કામગીરી બાદ હવે આ સ્પ્લીટ ફ્લાય ઓવર આગામી બીજી ઓક્ટોબરથી ખૂલ્લો મૂકવામાં આવશે તો બીજી તરફ ફ્લાય ઓવરની નીચેના ભાગેથી પસાર થતો ઉદ્યોગફાટકવાળો રસ્તો બંધ કરવાની હિલચાલ શરૂ કરતાં સ્થાનિકોએ વિરોધ કર્યો છે.
પોરબંદરમાં ફ્લાયઓવર તૈયાર થયા બાદ ઉપયોગી રસ્તો બંધ થશે તો લોકોને હાલાકી ભોગવવી પડશે

પોરબંદરમાં છેલ્લા 4 વર્ષથી સ્પ્લીટ ફ્લાય ઓવરની કામગીરી ચાલી રહી હતી જેને કારણે ઉદ્યોગનગર ફાટકવાળો રસ્તો ઘણા લાંબા સમય સુધી બંધ કરવામાં આવ્યો હતો જેને લઈને ઉદ્યોગનગર તેમજ રોકડીયા હનુમાન સહિતના વિસ્તારના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

સ્પ્લીટ ફ્લાય ઓવરની કામગીરી પૂર્ણ થતાં આ રસ્તો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. હવે ફ્લાયઓવર આગામી 2 જી ઓક્ટોબરથી ધમધમતો થશે તો બીજી તરફ ઉદ્યોગનગર ફાટકવાળો જે રસ્તો છે તે બંધ કરવાની હિલચાલ ચાલી રહી છે જેનો સ્થાનિકોએ ઉગ્ર વિરોધ કર્યો છે કારણ કે શહેરમાંથી ઉદ્યોગનગર તરફ જવા માટે સૌથી સરળ અને સારો રસ્તો છે આ ઉપરાંત નાના-મોટા ઉદ્યોગકારો, ખેડૂતો અને સ્થાનિક રહેવાસીઓ માટે આ રસ્તો ખૂબ જ ઉપયોગી છે. જો આ રસ્તો બંધ કરી દેવામાં આવશે તો અંદાજે 25,000 જેટલા લોકોને અસરકર્તા બની રહેશે.

આ રસ્તાનો સ્કૂલ-કોલેજે જવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે ત્યારે આ મહત્વનો રસ્તો બંધ કરવાની હિલચાલને લઈને સ્થાનિકોએ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા તેમજ સંબંધીત તંત્રને પણ રજૂઆતો કરી છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો