તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓમાનમાં રાણાવાવના યુવાનનો ગળે ફાંસો, 9 દિવસે મૃતદેહ આવ્યો ઘેર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાણાવાવ: રાણાવાવમાં રહેતો યુવાન 2 વર્ષ પૂર્વે 3 મિત્રો સાથે ઓમાન લેબરકામ કરવા માટે ગયો હતો. પરંતુ તેમની સાથેના બન્ને યુવાનો બે માસ પહેલા જ આવી ગયા હતા પરંતુ આ યુવાન ઘરે પરત આવ્યો ન હતો અને તા. 21/11/2017ના રોજ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની ઓમાનથી તેમના પરિવારજનોને ફોન આવ્યો હતો. આથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને 9 દિવસ બાદ યુવાનના મૃતદેહને આજે રાણાવાવ ખાતે પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. 


રાણાવાવ શહેરમાં રહેતો નરેન્દ્રભાઈ ખીમાભાઈ રાઠોડ (ઉ. વર્ષ 25) નામનો યુવાન 2 વર્ષ પૂર્વે ગુજરાતની ખીમજી રામદાસ કંપની તરફથી ઓમાન દેશમાં લેબર કામ કરવા માટે ગયો હતો. તેમની સાથે રાણાવાવના અન્ય 2 યુવાનો પણ ગયા હતા. પરંતુ તેમની સાથેના બન્ને યુવાનો 2 વર્ષ પૂર્વે જ પરત રાણાવાવ ફર્યા હતા અને યુવાન નરેન્દ્રભાઈ ઓમાન દેશ જ હતો. પરંતુ તેમના પરિવારજનોને તા. 21/11/2017 ના રોજ સવારે 7 વાગ્યે કંપનીમાંથી ફોન આવ્યો કે નરેન્દ્રભાઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે

 

અને આ અંગે પોલીસને જાણ કરી છે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ રવાના કરવામાં આવશે અને યુવાનનો મૃતદેહ 9 દિવસે અમદાવાદ ખાતે લઈ આવવામાં આવ્યો છે અને આજે સવારે રાણાવાવ ખાતે તેમનો મૃતદેહ લઈ આવવામાં આવ્યો હતો. યુવાનના મૃતદેહને લઈને પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. યુવાનનો મૃતદેહ રાણાવાવ ખાતે લઈ આવતા પરિવાર સહિત લોકોમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું અને આજે યુવાનના મૃતદેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...