• Gujarati News
  • Dr. Abdul Kalam's Reminiscences Gandhibhumi Porbandar

ગાંધીભૂમિ પોરબંદર સાથેના ડો. અબ્દુલ કલામના સંસ્મરણો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- વર્ષ 2006 માં અબ્દુલ કલામ હરિ મંદિરની સાયન્સ ગેલેરીના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા.
- ગાંધીજન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી
પોરબંદર: મિસાઈલ મેન અને ભારતમાં અણુ સંશોધન ક્ષેત્રે દાયકાઓ સુધી સેવા આપનાર પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામનું નિધન થતાં સમગ્ર રાષ્ટ્ર શોકમાં ગરકાવ થઈ ગયું છે. અણુવિજ્ઞાન ક્ષેત્રે ડો. અબ્દુલ કલામે કરેલા સંશોધનની સમગ્ર વિશ્વએ નોંધ લેવી પડી હતી. ડો. અબ્દુલ કલામ આજે આપણી વચ્ચે નથી ત્યારે દુ:ખની લાગણી ચોક્કસપણે થાય. ભારતના રાષ્ટ્રપતિ તરીકે ડો. અબ્દુલ કલામ હતા એ સમયે ગાંધી જન્મભૂમિ પોરબંદરની મુલાકાત લીધી હતી. વર્ષ 2006 માં 16 જાન્યુઆરીએ અબ્દુલ કલામ પોરબંદર રમેશભાઈ ઓઝા પ્રેરીત સાન્દીપનિ આશ્રમમાં આવેલા હરિ મંદિરની સાયન્સ ગેલેરીના ઉદઘાટન પ્રસંગે આવ્યા હતા.
દરમિયાન તેઓએ ગાંધીજન્મસ્થળ અને કીર્તિમંદિર ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ ઉપરાંત તેઓએ આર્યકન્યા ગુરૂકુળની પણ મુલાકાત લીધી હતી અને તેઓએ બાળકો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો. અબ્દુલ કલામના પોરબંદર સાથેના આ સંસ્મરણો લોકો વિસરી શક્યા નથી અને તેમના નિધનથી શોકની લાગણી વ્યક્ત કરીને શ્રધ્ધાસુમન પણ પોરબંદરવાસીઓએ અર્પણ કર્યા હતા.