તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરનાં બગવદરમાં અશ્વપ્રેમીએ ઘોડીને સમાધી આપી ઉત્તરક્રિયા કરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બગવદરઃ માનવી અને પશુઓ વચ્ચેના લાગણીભર્યા સંબંધોના કિસ્સા અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે, આવો જ એક કિસ્સો પોરબંદર તાલુકાના રોઝડા ગામે જોવા મળ્યો છે. બરડાઈ બ્રાહ્મણ જયંતીભાઈ ભીમજીભાઈ મોઢાને અશ્વ પ્રત્યે લગાવ હોય અને તેમની પાસે અલગ-અલગ પ્રજાતિના 5 થી 6 જેટલા અશ્વ હોય તેમાં ઉત્તમ કાઠીયાવાડી, પંચ કલ્યાણી, પેરાણી પટ્ટાવાળી ઘોડી જેને ‘ગીતા’ નામ આપ્યું હતું. થોડા દિવસો પૂર્વે આ ગીતા નામની ઘોડી મોતને ભેટી હતી અશ્વપાલક જયંતીભાઈ આઘાતમાં સરકી ગયા હતા. જે રીતે પરિવારના આપ્તજનોના મૃત્યુ પછી જે ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે છે. તે મુજબ જ આ ગીતા નામની ઘોડીની ક્રિયાઓ કરવામાં આવી હતી.
ઉત્તમ કાઠીયાવાડી, પંચકલ્યાણી અને પેરાણી પટ્ટાવાળી આ ઘોડી વધુ પ્રિય હતી

જયંતીભાઈએ પોતાના જ ફાર્મહાઉસમાં ગીતાને સમાધી આપી હતી અને ત્યારબાદ 11 દિવસ સુધી ગીતાના 15 મા અધ્યાયની પારાયણ, અખંડ જ્યોત ચાલુ રાખી હતી. એટલું જ નહીં, આ ઘોડીના આત્માને શાંતિ મળે તે માટે 11 મું અને 12 મું અને તે જ રીતે ઉત્તરક્રિયા પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગામના 300 જેટલા બાળકોને બટુકભોજન કરાવવામાં આવ્યું હતું અને એક દિવસની રામધૂન પણ રાખવામાં આવી હતી. મારવાડી અને કાઠીયાવાડી ઉત્તમ ઔલાદોની પ્રજાતિને બચાવવા માટે અશ્વપાલકો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે અશ્વપાલકનો આ અશ્વપ્રેમ અન્ય માટે પ્રેરણાદાયી બની રહ્યો છે.

પોરબંદરનાં રોઝડા ગામનાં અશ્વ પ્રેમી

પોરંબદરનાં રોઝડા ગામનાં અશ્વ પ્રેમી જયંતિભાઈને ગીતા નામની ઘોડી અતી પ્રિય હતી અને આ ઘોડીનાં મોતથી ભારે આઘાતની લાગણી પણ અનુભવી હતી. સમાધી સહિત ધાર્મિક ક્રીયા કરી શ્રધ્ધાંજલી આપી હતી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો