તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોરબંદરના મંડેર ગામે પોણા પાંચ હજાર લોકોને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર તાલુકાના મંડેર ગામે 18 લાખના ખર્ચે નવનિર્મીત સબસેન્ટરનું લોકાર્પણ કરાયું હોવાથી પોણા પાંચ હજાર લોકોને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ થશે. પોરબંદર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અંતર્ગત કડછ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હેઠળના મંડેર ગામે પેટા આરોગ્ય કેન્દ્રનું બિલ્ડીંગ બનાવવામાં આવ્યું છે.
 
18 લાખના ખર્ચે તૈયાર થયેલ આરોગ્ય કેન્દ્રમાં આરોગ્યની સારી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. રાજ્યના કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયાના હસ્તે આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં બાબુભાઈએ સમાજના છેવાડાના માનવીના આરોગ્યની ચિંતા સરકાર કરતી હોવાનું જણાવ્યું હતું.
 
આ તકે જિલ્લા પંચાયતના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, તાલુકા પંચાયતના પ્રમુખ વિરમભાઈ કારાવદરા, જિલ્લા વિકાસ અધિકારી સી.પી. નેમા, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. એસ.કે. મોડ, ભીમભાઈ ઓડેદરા, પરબતભાઈ, ભુરાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
 
અન્ય સમાચારો પણ છે...