તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોરબંદરમાં વૃદ્ધ દંપતિના ઘરમાંથી 80 હજાર રોકડ અને સોનાના દાગીનાની લૂંટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોરબંદરઃ પોરબંદર શહેરમાં ઘરફોડ ચોરી, ચીલઝડપ, લૂટ જેવા ગુન્હાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે અને સક્રિય બનેલી ચોરટોળકી પોલીસના કોઈ ડર વગર જ આવી ઘટનાઓને અંજામ આપી રહી છે ત્યારે જ શહેરમાં આવેલી ખોડીયાર સોસાયટીમાં લૂટની ઘટના સામે આવી છે, જેમાં આ વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ દંપતિના ઘરમાં રાત્રીના 1:30 વાગ્યાના અરસામાં 4 બુકાનીધારીઓ છરી અને ધોકા વડે ત્રાટક્યા હતા અને વૃદ્ધને બાંધીને તેમજ વૃદ્ધાને ઓઢણી વડે મુંગો આપીને ઘરના રૂમમાં પડેલ રોકડ રૂા. 80 હજાર તેમજ સોનાના વિવિધ દાગીનાઓની ચોરી કરીને પલાયન થઈ ગયા હતા. જેથી આ ચોરટોળકી વિરૂદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવી છે.
રાત્રે દોઢ વાગ્યે 4 બુકાનીધારીઓ છરી સાથે ઘરમાં ઘૂસ્યા

પોરબંદર શહેરમાં કમલાબાગ વિસ્તારથી પાછળ આવેલ ખોડીયાર સોસાયટીમાં રહેતા દેવશીભાઈ હરીભાઈ કુછડીયા (ઉ. વર્ષ 87) અને જીવીબેન દેવશીભાઈ (ઉ. વર્ષ 80) આ વૃદ્ધ દંપતિ ઘરમાં એકલા રહેતા હોય જેમનો લાભ લઈને રાત્રીના સમયમાં ચાર શખ્સો છરી અને ધોકા લઈને ઘરની વંડી ટપીને અંદર પ્રવેશ્યા હતા અને દેવશીભાઈને દરવાજો ખોલવાનું કહ્યું હતું. જેથી દેવશીભાઈએ દરવાજો ખોલતા જ આ શખ્સો છરી હાથમાં રાખી આ વૃદ્ધ દંપતિને ધમકાવવા લાગ્યા હતા અને ઘરમાં કબાટમાં પહેલા રોકડા રૂા. 80,000 તેમજ સોનાની મગમાળા, વીંટીઓ સહિતના મુદ્દામાલની ચોરી કરી પાછળના દરવાજેથી નાસી છુટ્યા હતા. આ બનાવની જાણ કમલાબાગ પોલીસને કરતા પી.આઈ. મકવાણા સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલ. ની મદદથી લૂટારૂ ટોળકીને ઝડપી લેવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા.
2 ધોકા પણ લૂટારૂઓ ત્યાં જ મૂકી નાસી છુટ્યા
પોરબંદરમાં વૃદ્ધાના ઘરમાં 4 બુકાનીધારીઓ છરી જેવા તિક્ષ્ણ હથીયારો ઉપરાંત એક લાકડાનો મોટો ધોકો ઉપરાંત એક કપડા ધોવાનો ધોકો પણ સાથે લાવ્યા હતા. આડોશી-પાડોશી જાગી જતાં ભારે દેકારો બોલ્યો હતો. જેને પગલે આ ચારેય શખ્સો લાકડાના બન્ને ધોકા ઘરમાં છોડીને નાસી છુટ્યા હતા.
ઘરમાં પ્રવેશતાની સાથે જ મને ઓઢણી વડે બાંધી દીધો હતો : વૃદ્ધ
રાત્રીના સમયમાં આ વૃદ્ધ દંપતિના ઘર પર છરી સાથે બુકાનીધારીઓ લૂટ ચલાવવાના ઈરાદે ધસી આવ્યા હતા અને દેવશીભાઈએ જ્યારે દરવાજો ખોલ્યો ત્યારે આ શખ્સોએ પોતાનો મનસુબો પાર પાડવા આ વૃદ્ધને ઓઢણી વડે બાંધી દીધા હતા. જ્યારે જીવીબેનના મુખ પર પણ મુંગો દઈ દેવામાં આવ્યો હતો. ત્યારબાદ આ શખ્સો એ મકાનમાં રહેલા વિવિધ રૂમોમાં ઘૂસી રોકડ તેમજ સોનાના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા.
80 વર્ષના વૃદ્ધાએ 5 ફૂટની ડેલી ટપી જઈને પાડોશીને જગાડ્યા

એક શખ્સે જીવીબેનને મુંગો દઈ દીધો હતો આ શખ્સે આ વૃદ્ધાને પાણી પીવા જવાનું કહ્યું અને વૃદ્ધાએ પાણી પીવા માટેની જગ્યા બતાવી ત્યારે 80 વર્ષના વૃદ્ધા જીવીબેન મકાનની બહાર નીકળી રૂમનો નકુચો દઈ દીધો હતો અને પોતાના મકાનની લગભગ 5 ફૂટ ઉંચાઈ ધરાવતી વંડી રાત્રીના ઘોર અંધારામાં ટપી ગયા હતા અને આડોશ-પાડોશના લોકોને આ બાબતે જાણ કરી હતી અને લોકો આવ્યા ત્યાં તો આ શખ્સો ઘરના પાછળના દરવાજેથી નાસી છુટ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો