લોકમેળામાં પાલિકાને ગત વર્ષ કરતાં અડધી આવક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળામાં સ્ટોલ માટે નગરપાલિકા દ્વારા હરરાજી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે ડ્રો પદ્ધતિ અપનાવવામાં આવી હતી અને આજે નગરપાલિકા ખાતે તંબુ આઈટમોનો ડ્રો કરી હરરાજી પૂર્ણ કરવામાં આવી હતી પરંતુ લોકમેળામાં ખાસ આ વર્ષે મંદી જોવા મળતી હોય તેમ ગત વર્ષ કરતા આ વર્ષે નગરપાલિકાને અડધી ઓછી આવક થઈ હતી.

 પોરબંદરમાં જન્માષ્ટમીના લોકમેળાનું તા. 14 થી 19 ઓગષ્ટ સુધી એમ 6 દિવસ શહેરની ચોપાટી મેદાન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે નગરપાલિકા દ્વારા મેળાના સ્ટોલ માટે હરરાજી કરવામાં આવે છે અને જેમાંથી નગરપાલિકાને કરોડો રૂપીયાની આવક થાય છે.
 
પરંતુ આ વર્ષે નગરપાલિકાને ગત વર્ષ કરતા અડધી જ આવક જોવા મળી છે. જાણવા મળતી માહિતી મુજબ મેળામાં પણ 18 ટકા જી.એસ.ટી. લગાવતા મેળામાં મંદી જોવા મળી રહી છે તે ઉપરાંત જિલ્લામાં મેઘરાજાએ કૃપા વરસાવી છે અને વરસાદી માહોલ વચ્ચે આજે બપોરે મેઘરાજાનું આગમન થયું હતું તો આ વરસાદને લઈને મેળાની મજા બગડવાનો ભય સેવાઈ રહ્યો છે.

આથી અમુક લોકોએ આ વખતે મેળાના પ્લોટ લીધા નથી ત્યારે નગરપાલિકાને ગત વર્ષે મેળાની હરરાજીમાં 1,53,41,430 ની આવક થઈ હતી તેની સામે આ વર્ષે 67,62,600 ની જ આવક થઈ છે. નગરપાલિકા દ્વારા દર વર્ષે હરરાજી કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...