સ્ટેટ લાયબ્રેરી નજીક ખોદકામ, 130 વર્ષ જૂની ઐતિહાસિક બિલ્ડીંગ પડવાની ભિતી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદરમાં રાજવીએ ભેટ આપેલી અનેક ઐતિહાસિક બિલ્ડીંગો આજે હૈયાત છે જેમાં શૈક્ષણિક અને આરોગ્ય સેવાઓ ચાલી રહી છે. જેમાં બંદર રોડ ઉપર આવેલી સ્ટેટ લાઈબ્રેરી બિલ્ડીંગ વર્ષો જુનું આવેલું છે જેમાં પાણી પુરવઠા બોર્ડ દ્વારા તેમની નજીક ખોદકામ કરી પાણીનો સમ્પ બનાવવામાં આવે છે. આથી આ ઐતિહાસિક બિલ્ડીંગના પડવાનો હોય હોવાથી આર.ટી.આઈ. એક્ટીવીસ્ટે તેમનો વિરોધ કરી પાણીનો સમ્પ અન્ય જગ્યાએ બનાવવા માંગ કરી છે.
 
પોરબંદરના બંદર રોડ પર લાઈબ્રેરીનું 130 વર્ષ જુનું સ્ટેટ લાયબ્રેરીનું બિલ્ડીંગ આવેલું છે અને મોટી સંખ્યામાં લોકો લાયબ્રેરીની મુલાકાતે આવતા હોય છે પરંતુ બિલ્ડીંગ નજીક પાણી પુરવઠા બોર્ડ દ્વારા પાણીનો સમ્પ બનાવવાની કામગીરી ચાલી રહી છે જેથી આ પૌરાણિક બિલ્ડીંગને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.
 
આથી પોરબંદરના આર.ટી.આઈ. એક્ટીવીસ્ટ ભનુભાઈ ઓડેદરાએ એવા આક્ષેપો કર્યા હતા કે, સ્ટેટ લાયબ્રેરી નજીક જે સમ્પ બનાવવામાં આવી રહ્યા છે તેમાં નબળી ગુણવત્તાનું મટીરીયલનો ઉપયોગ થાય છે તેમજ ઐતિહાસિક સ્ટેટ લાયબ્રેરી નજીક જ ખોદકામ કરતા તે બિલ્ડીંગ પડવાનો પણ ભય સેવાઈ રહ્યો છે ત્યારે આ અંગે તંત્ર દ્વારા પાણીનો સમ્પ અન્ય જગ્યાએ બનાવવા માંગ કરી છે.
અન્ય સમાચારો પણ છે...