પોરબંદરની મચ્છી માર્કેટમાં છેલ્લા 4 વર્ષથી સફાઈના અભાવે ગંદકીના ગંજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર શહેરમાં લાતી બજારમાં આવેલ મચ્છી માર્કેટમાં છેલ્લા 4 વર્ષથી સફાઈના અભાવે ગંદકીના ગંજ ખડકાયા છે. અહીં માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળે છે અને કચરાના ડબ્બામાં અસંખ્ય જીવાતોનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે.

 હાલ ચોમાસાની સીઝન દરમિયાન વરસાદી પાણીના કારણે ઠેરઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે શહેરની લાતીબજારમાં આવેલ મચ્છીમાર્કેટ વિસતારમાં છેલ્લા 4 વર્ષથી યોગ્ય રીતે સફાઈ કરવામાં આવતી નથી. આ વિસ્તારમાં તંત્રની બેદરકારીના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે.
 
ગટરના ગંદા પાણી માર્ગો પર ફરી વળ્યા છે જેથી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. હાલ સ્વાઈન ફ્લુ ચારેતરફ જોવા મળી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં નગરપાલિકાની બેદરકારીના કારણે મચ્છરનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સેવાઈ રહ્યો છે. હાલ અહીં મૂકવામાં આવેલ ડબ્બામાં અસંખ્ય જીવાતો જોવા મળી રહી છે  જેથી તંત્ર દ્વારા તાત્કાલીક સફાઈ કરી યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.
 
અન્ય સમાચારો પણ છે...