પોરબંદર શહેરની નટવરચોક શાકમાર્કેટમાં ગટરના પાણીના ભરાતાં વેપારીઓ પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: પોરબંદર શહેરમાં લાખો રૂપીયાના ખર્ચે બનાવવામાં આવેલ માણેકચોક, નટવરચોક શાકમાર્કેટ ખાતે ગટરના પાણી ભરાયા છે. ગટરના ગંદા પાણીના નિકાલ માટે શાકભાજીના વેપારીઓએ નગરપાલિકા, કલેક્ટર કચેરી, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સહિત 17 જગ્યાએ રજૂઆતો કરી હતી. છતાં સમસ્યાનો ઉકેલ ન આવ્યો હોવાના કારણે શાકમાર્કેટના વેપારી વિમલભાઈ કારીયાએ માનવ અધિકાર આયોગમાં ફરિયાદ કરી હતી. અને પાલિકાની લાપરવાહીના કારણે લોકોનું આરોગ્ય જોખમાય રહ્યું હોવાથી ગટરના ગંદા પાણીનો તાત્કાલીક નિકાલ કરવામાં આવે તેવી માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શાકમાર્કેટમાં વરસાદી પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા ન હોવાથી ગ્રાહકો સહિત વેપારીઓને પરેશાની વેઠવી પડી રહી છે ઉપરાંત શાકમાર્કેટના દરવાજા પર ચક્રી ન હોવાના કારણે પશુઓ અંદર પ્રવેશતા હોવાથી વેપારીઓને મુશ્કેલી વેઠવી પડે છે.
 
અન્ય સમાચારો પણ છે...