મહિલાઓ શહેરમાં ભાજપનો પ્રચાર કરતી હોવાનું સામે આવતા વિવાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોરબંદર: વિધાનસભાની ચૂંટણી 9 ડીસેમ્બરના રોજ યોજાશે અને જેને લઇને 7ડીસેમ્બરથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઇ ગયા હતા. પોરબંદરમાં આજે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે તેમ છતા કેટલીક મહિલાઓ ભાજપનો પ્રચાર કરી રહી હોવાનું સામે આવતા કોંગ્રેસના કાર્યકરો દોડી ગયા હતા અને આ અંગે ચૂંટણી અધિકારીને રજુઆત કરી હતી.


પોરબંદરમાં 7મી ડીસેમ્બરથી જાહેર પ્રચાર બંધ થઈ ગયો છે. તેમ છતા પોરબંદર શહેરમાં મહિલાઓ રાજમહેલ વિસ્તારમાં 50 જેટલી મહિલાઓ ભાજપનો ખેસ પહેરી અને પત્રીકા વિતરણ કરી રહો હોય અને આ અંગેની જાણ થતા કોંગ્રેસના કાર્યકરો તાત્કાલિક દોડી ગયા હતા. આ બાબતે ચુંટણી અધિકારીને રજુઆત કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. આ બનાવમાં આચારસંહિતનો ભંગ થાય છે કે, કેમ તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. કોંગ્રેસના કાર્યકરો દોડી જતા પ્રચાર અર્થે નિકળેલી મહિલાઓ ત્યાંથી નિકળી ગઈ હતી. વિધાનસભાની ચૂંટણીને લઇ તંત્ર શાબ્દુ બન્યું છે. 

અન્ય સમાચારો પણ છે...