પોરબંદરઃ કોસ્ટગાર્ડે ઝડપ્યું 3500 કરોડની કિંંમતનું 1500 કિલો હેરોઈન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોરબંદર: કચ્છના માંડવીના દરિયામાં ભારતીય કોસ્ટ ગાર્ડે ગુરૂવારે 3500 કરોડ રૂપિયાની કિંમતનો 1500 કિલો હેરોઇનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. છેલ્લા વર્ષોમાં આટલા મોટા પ્રમાણમાં માદક દ્રવ્ય ઝડપાયાની આ પ્રથમ ઘટના છે.  હેરોઇનનો જથ્થો પાકિસ્તાન-ઇરાન બોર્ડરના સબરપાર્ટથી રવાના થયો હતો. બોટ સાથે 8 જણની ધરપકડ કરવામાં આવી હતી.   આઇબીનાં ઇનપુટ દ્વારા મળેલી બાતમીનાં આધારે તમામ સ્તરે હાઇએલર્ટ કરાયા હતાં. 

જહાજ પાક.-ઈરાન સરહદ વચ્ચેના સબરપોર્ટથી ઊપડ્યું હતું

હેલીકોપ્ટર અને ડોનીયર વિમાનની મદદથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જેના પગલે પોરબંદરથી 210 નોટીકલ માઇલ દુર એક બોટ પર કોસ્ટગાર્ડે નિશાન સાંધ્યું હતું. તેમાથી 1500 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 3500 કરોડ આંકવામાં આવી રહી છે. જહાજમાંથી આટલો મોટો જથ્થો મળી આવતા રૉ સહિતની દેશ ટોચની સુરક્ષા એજન્સીઓએ પોરબંદરમાં ધામા નાખી દીધા છે. કોસ્ટગાર્ડે દિલ્હી અને યુપીનાં 8 શખ્સની પણ ઝડપી લીધા છે. તેમનાં મોબાઇલનાં લોકેશનનાં આધારે કોસ્ટગાર્ડે તપાસ શરૂ કરી છે. 

માંડવીના સમુદ્રમાં કોસ્ટગાર્ડના જવાનોનું ઓપરેશન

પોરબંદરથી 210 નોટીકલ માઇલ દુર એક શંકાસ્પદ જહાજ જોવા મળ્યું હતું. જહાજમાં સવાર લોકોએ શરૂઆતમાં તે પનામા દેશમાં નોંધાયેલું પ્રીન્સ એન -2 હોવાનો તથા અલંગમાં જતું હોવાનો દાવો કર્યો હતો. ભાવનગર તપાસ કરતા આ પ્રકારનું કોઇ જહાજ અહીં ન આવતુ હોવાની વિગત કોસ્ટગાર્ડને મળી હતી. જેના પગલે ગાંધીનગર, પોરબંદર અને મુંબઇ કોસ્ટગાર્ડ સંકલન સાધ્યું હતું અને ઇલેકટ્રીક સર્વેલન્સ શરૂ કર્યુ હતું.  બાદ હેલીકોપ્ટથી કોસ્ટગાર્ડનાં અધિકારીઓને ઉતારી તપાસ કરી હતી અને હેલીકોપ્ટર તથા કોસ્ટગાર્ડનાં જવાનોએ શીપ દ્વારા ઘેરાવ કર્યો હતો. તપાસ બાદ તેમાથી 1500 કિલો હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો.આ જથ્થો જામનગર, ભાવનગર કે કચ્છનાંઅખાતનાં રણમાં ઉતારવાનો હોવાનું કોસ્ટગાર્ડે જણાવ્યું હતું. 

જહાજમાં પાણીની ટાંકીમાં છુપાવ્યું'તું હેરોઇન

પોરબંદરથી 210 નોટીકલ માઇલ સમુદ્રમાંથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો હતો. સમુદ્રની સફર દરમિયાન કોઇનાં ધ્યાનમાં ન જાય તે માટે આ શખ્સોએ આ જથ્થો જહાજની પાણીની ટાંકીમાં છુપાવ્યો હતો. બે પાણીની ટાંકીમાં 500-500 કિલો હેરોઇનનાં પેકેટ રાખ્યા હતા. જયારે એક 500 કિલોનો જથ્થો ટગ બોટની બાજુમાં રાખ્યો હતો. જેથી કરીને કોઇને શંકા ન જાય. પોરબંદર થી 210 નોટીકલ માઇલ દુર દરીયામાં શંકાસ્પદ જણાતુ આ શીપ પ્રિન્સ-2 નામ આપી રહ્યુ હતુ અને આથી કોસ્ટગાર્ડે આ શીપની અલંગશીપ યાર્ડ અને જીએમબી પાસેથી વિગતો માંગી હતી અને તપાસ શરૂ કરી હતી તેમાં આ નામનુ કોઇ શીપ યાર્ડ આવતુ નથી તેવી વિગત મળી હતી ત્યાર બાદ અલસાદીક મરીન ટ્રાફીક વેબસાઇટ ઉપર પણ સર્ચ કરવામાં આવ્યુ હતુ પ્રિન્સ 2 નામ આપતી આ ટગબોટ નો કોઇ મંજુરી અપાવમાં આવી નથી તેવી વિગતો મળતા આ ટગ બોટ ને ઝડપી લઇ અને તપાસ કરતા આ પન્નામાં રજસ્ટરનુ હેરીન નામનુ આ શીપ હોવાનુ બહાર આવ્યું હતું.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, અલસાદીક મરીન ટ્રાફીક વેબસાઇટ ઉપર સર્ચ કરી અને વિગતો મેળવી, દોઢ વર્ષ અગાઉ 600 કિલો ડ્રગ્સનો જથ્થો પકડાયો હતો