રેન્સમવેર વાયરસથી BSNLનું કોમ્પ્યુટર હેક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
પોરબંદર: થોડા સમય પહેલા વિશ્વના કેટલાક દેશોમાં સાયબર હૂમલાને લઈને સીસ્ટમો હેક થઈ ગઈ હતી, જો કે મોટાભાગના દેશો સાયબર હૂમલાનો ભોગ બન્યા હતા. આ સાયબર હૂમલાની અસર ભારતમાં પણ જોવા મળી હતી અને રાજ્યોના કેટલાક સીસ્ટમો હેક થયાનું પણ જાણવા મળ્યું હતું.
 
ત્યારે તેમની અસર પોરબંદરમાં પણ જોવા મળી હતી અને પોલીસ વિભાગનું એક કોમ્પ્યુટર હેક થયાનું ચર્ચાઈ રહ્યું હતું ત્યારે થોડા સમય પછી ફરી આ રેન્સમવેર નામના વાયરસે આતંક ફેલાવ્યો હોય તેમ પોરબંદર બી.એસ.એન.એલ. ના 10 થી 12 બ્રોડબેન્ડમાં તેની અસર જોવા મળી હતી.

 થોડા સમય પહેલા વિશ્વભરમાં રેન્સમવેર નામના વાયરસે સાયબર હૂમલો કર્યો હતો જેની અસર ભારતના કેટલાક રાજ્યોમાં પણ જોવા મળી હતી જેમાં સૌથી વધુ ગુજરાતમાં રેન્સમવેરની અસર થઈ હોવાનું જાણવા મળ્યું હતું. થોડા સમય પહેલા સાયબર હૂમલાને લઈને બેન્ક, એ.ટી.એમ., પોલીસ વિભાગ, આર.ટી.ઓ. સહિતની કચેરીમાં ડેટા સેફ રાખવા માટે સાવચેતીથી અપડેટ કરી દેવામાં આવ્યા હતા અને પોરબંદર પોલીસ વિભાગનું એક કોમ્પ્યુટર હેક થયું હોવાનું ચર્ચાઈ રહ્યું હતું.
 
આ વાતને 2 માસ જેટલો સમય વિતી ગયા બાદ ફરીથી રેન્સમવેર નામના વાયરસે પોરબંદરના બી.એસ.એન.એલ. ના 10 થી 12 બ્રોડબેન્ડમાં અસર જોવા મળી હતી. આથી તાત્કાલીક બી.એસ.એન.એલ. ના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી હતી. જોકે, વાયરસથી મોટી નુકસાની થઇ ન હતી. પણ કોમ્પ્યુટર અપડેટ કરવામાં આવ્યા હતા. 
અન્ય સમાચારો પણ છે...